Savera Gujarat
Other

અંબાજી ના કુંભારીયા મુકામે વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન પકડાયેલ વિદેશ દારૂ નંગ ૨૫,૦૦૦ નો કરાયો નાશ

સવેરા ગુજરાત,અંબાજી, તા.૨૮
ગાંધીના ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી એ પણ એક મોટો પ્રશ્ન છે..? ધર્મનગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો-કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે કુંભારીયા મુકામે ખુલ્લી જગ્યા માં પ્રાંત અધિકારીશ્રી ની હાજરી માં પાછલા વર્ષો માં પકડાયેલ ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની ૨૫,૦૦૦ નંગ બોટલો ને જે.સી.બી.મશીન વડે ફોડી ને નાશ કરવામાં આવ્યો હતો ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં પણ લઠ્ઠા કાંડ સર્જાતા તેમજ ઝેરી દારૂ વડે લગભગ ૩૯ જેટલા લોકો મૃત્યુ પામતા અને ૧૫ ની અતિ ગંભીર હાલત સર્જાતા સમગ્ર રાજ્ય માં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ગાંધી ના ગુજરાત માં આ પ્રકારે લઠ્ઠાં કાંડ થતાં ગુજરાત સરકાર અને પોલીસ ની કામગીરી પર પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.ત્યારે ગુજરાત – રાજસ્થાન ની સરહદે આવેલ યાત્રાધામ અંબાજી માં પણ છાને ખૂણે દારૂ વેચાણ થવા બાબતે અનેક વાર પોલીસ દ્વારા રેડ પાડવા છતાં પણ બૂટલેગરો આબાદ રીતે છટકતા જાેવા મળ્યા છે ,
તેમજ સરહદ છાપરી ચેક પોસ્ટ ખાતે પોલીસ ની સઘન ચેકીંગ કામગીરી હોવા છતાં મોટા પ્રમાણ માં દારૂ રાજસ્થાન થી ગુજરાત માં ઘુસાડવા માં આવી રહેલ છે જે બાબતે અનેક વખત એલ.સી.બી.દ્વારા પીછો કરી ને ગાડીઓ અને ટ્રકો માં સંતાડી ને દારૂ ની હેર ફેર કરતા બૂટલેગરો ને પકડી પાડવામાં આવતા હોવા છતાં પણ ગુજરાત માં દારૂબંધી નો સિલસિલો યથાવત રહ્યો છે ઘણી વખત જાેવા મળે છે
કે રાજસ્થાન સરહદથી અંબાજી થી નીકળેલી ગાડીઓ ઘણી વખત બીજા જિલ્લા અને તાલુકાઓમાં પકડાય છે જ્યારે પ્રશ્ન થાય છે કે.. ? રાજસ્થાન બોર્ડર થી અંબાજી તરફ આવતી ગાડીઓ કોની છત્રછાયામાં અંબાજી થી પસાર થાય છે.

Related posts

બીબીસીની ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે આખરે પૂર્ણ થયો

saveragujarat

, અમદાવાદ માં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્‌ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

saveragujarat

ઉત્તરાયણ માટે કોટ વિસ્તારની પોળોના ધાબાના ભાડા ૩ લાખ સુધી

saveragujarat

Leave a Comment