Savera Gujarat
Other

તૃણમુલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ પશ્ચીમ બંગાળમાં ભારે હિંસામાં 10ના મોત

સવેરા ગુજરાત/કોલકાતા: પશ્ચીમ બંગાળમાં ફરી એકવખત હિંસા ભડકી ઉઠી છે. રાજ્યનાં બરસલગાંવ પંચાયતમાં તૃણમુલ કોંગ્રેસના નેતા અને ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ જબરી હિંસા ફાટી નીકળી છે તથા આગજની તથા અન્ય હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. પશ્ચીમ બંગાળની વીરભૂમના રામપુર હાટમાં આજે આ હત્યા થઇ હતી અને તે બાદ હિંસા ભડકી હતી.
તથા 10થી 12 ઘરોને દરવાજા બંધ કરીને સળગાવી દેતા તેમાં રહેલા 10 લોકોના મૃત્યુ થયાં છે. ભાદુ શેખની હત્યાનો બદલો લેવા આ હિંસા થઇ હોવાનું માનવામાં આવે છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પહોંચી ગયા છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ગઇકાલથી જ આ હુમલાશરુ થયા હતા અને અનેક ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી જેમાથી 7 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે. અને હજુ તેમાં વધુ લોકો ફસાયા હોવાનું મનાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ એક રાજકીય ઘટના છે.તૃણમુલ કોંગ્રેસના આગેવાનની હત્યા બાદ અહીં તેના સમર્થકો ઉશ્કેરાયા હતા અને શંકાના આધારે જ એક વિસ્તારમાં જબરો હુમલો કર્યો હતો. તથા 10 ઘરોને સળગાવી દેવાતા તનાવ વ્યાપી ગયો છે.રાજ્યમાં એક તરફ તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરી રાજકીય અને હિંસક અથડામણ થાય જ છે તેમાં આ ઘટનાએ મમતા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે.

Related posts

ગુજરાતના 4 પોલીસ કર્મીઓનુ રાજસ્થાન કાર અકસ્માતમા મોત,હવાઈ માર્ગે પાર્થિવ દેહ ગુજરાત પહોચાડાશે CM એ આપ્યા આદેશ.

saveragujarat

વાતાવરણમાં પલટો આવતાં શરદી-તાવના કેસમાં વધારો

saveragujarat

લૂપ લાઇન પર ઉભી હતી માલગાડી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યું ગ્રીન સિગ્નલ

saveragujarat

Leave a Comment