Savera Gujarat
Other

શેરબજાર:સેન્સેકસમાં 600 પોઈન્ટનો ઉછાળો

સવેરા ગુજરાત/ મુંબઈ :શેરબજારમાં ઉથલપાથલનો દોર હોય તેમ આજે પ્રારંભીક આંચકા બાદ રિકવરી આવી ગઈ હતી અને સેન્સેકસમાં 600 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.શેરબજારમાં આજે બેતરફી વધઘટ હતી. શરુઆત નબળા ટોને થઈ હતી. થોડો વખત માનસ મંદી તરફી જ હતું પરંતુ સંસ્થાકીય લેવાલી આવતા જ તેજીનો વળાંક આવી ગયો હતો. પેટ્રોલીયમ ચીજોમાં ભાવવધારો તથા તેનાથી મોંઘવારી ભડકવાનું કારણ ડીસ્કાઉન્ટ થઈ ગયુ હતું.

શેરબજારમાં આજે બજાજ ફીનસર્વિસ, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, કોટક બેંક, રીલાયન્સ, ટીસીએસ, ટેલ્કો, ભારત પેટ્રોલીયમ વગેરે ઉંચકાયા હતા. હિન્દ લીવર, નેસલે, ટીસ્કો, બ્રિટાનીયા, સીપ્લા વગેરેમાં ઘટાડો હતો.જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુદ્ધ, નબળો રૂપિયો, ક્રુડની તેજી જેવા નકારાત્મક કારણો ગમે ત્યારે અસરકર્તા બની શકે તેમ હોવાથી હજુ વોલાટીલીટી રહેવાની શકયતા છે.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 600 પોઈન્ટના ઉછાળાથી 57890 હતો તે ઉંચામાં 57998 તથા નીચામાં 56903 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 170 પોઈન્ટ ઉંચકાઈને 17287 હતો તે ઉંચામાં 17320 તથા નીચામાં 17006 હતો.

Related posts

દોઢ વર્ષમાં 10 લાખ નવી સરકારી નોકરી

saveragujarat

જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત, વિજય સંમેલન યોજાયું

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત પંચમહાલના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિરો રાણીપુરા, હરકુંડીમાં વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ ….

saveragujarat

Leave a Comment