Savera Gujarat
Other

આજે વિશ્વ જળ દિવસ : આઈજીઆરએસીના રિપોર્ટમાં પાણીની સમસ્યાનો ચોંકાવનારો ખુલાસો

સવેરા ગુજરાત/નવીદિલ્હી:જળ જ જીવન છે પરંતુ હકીકત એ છે કે દુનિયાના 220 કરોડ લોકો પાસે પીવાનું સ્વચ્છ પાણી નથી. આજે વિશ્વ જલ દિવસ છે. ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એસેસમેન્ટ સેન્ટર (આઈજીઆરએસી)ના રિપોર્ટ અનુસાર પૂરી દુનિયામાં 270 કરોડ લોકો એવા છે જે એક વર્ષમાં એક મહિના સુધી પાણીના સંકટનો સામનો કરે છે.
 વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયાભરમાં લગભગ 200 કરોડ લોકો ગંદુ પાણી પીવાતી બીમાર પડે છે અને દુષિત પાણીથી ડાયેરિયાથી લગભગ 4.85 લાખ લોકોના મૃત્યુ નિપજે છે. દુનિયાભરમાં 36.8 કરોડ લોકો અસુરક્ષિત કુવા અને અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવે છે, જયારે 12.2 કરોડ લોકો તળાવો, સરોવરો, નદીઓ તેમજ અન્ય સ્ત્રોતોમાંથી પાણી એકત્ર કરે છે. સંયુકત રાષ્ટ્ર અનુસાર આગામી ત્રણ દાયકામાં જો પાણીનો ઉપયોગ એક ટકાના દરે પણ વધે તો દુનિયાને જળ સંકટમાંથી પસાર થવું પડશે. તેનું કારણ ગ્લોબલ વોર્મીંગથી તળાવો અને જળાશયોનું ખત્મ થવું હશે.
ભારતમાં પીવાના પાણીનું સંકટ મોટી સમસ્યા રૂપે બહાર આવી રહ્યું છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર દેશની 50 ટકા વસ્તી પાસે જ પીવાનું શુધ્ધ પાણી મેળવવાના સંસાધનો છે જયારે દુનિયાની 19 ટકા વસ્તી ભારતમાં રહે છે જેમની પાસે પીવાનું શુધ્ધ પાણી નથી. વિશ્વ બેન્કના રિપોર્ટ મુજબ ભારતમાં 90 ટકા ભૂજલનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થાય છે. 85 ટકા વસ્તી 10 ટકા ભૂગર્ભ જળનો ઉપયોગ પીવાના પાણી તરીકે કરે છે. નીતિ આયોગના વર્ષ 2018ના રિપોર્ટ અનસાર દેશમાં વર્ષ 2030 સુધીમં 60 કરોડ લોકોને ભયંકર જળ સંકટનો સામનો કરવો પડશે. સ્વચ્છ પીવાનું પાણી બધાને ઉપલબ્ધ કરાવવું મોટો પડકાર ગણાશે.
સરકારે 2022-23માં 3.8 કરોડ ઘરોને નલથી જલ યોજના સાથે જોડવાની યોજના બનાવી છે જેના માટે બજેટમાં 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. જળ સંકટના નિવારણ માટે કેન્દ્ર સરકારે કેમ બેતવા લિંક પ્રોજેકટ માટે પણ 1400 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

Related posts

ગુજરાતમાં ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સરકાર સહાય ચૂકવાશે

saveragujarat

વિશ્વનો એકમાત્ર એવો દેશ કે જેના સંપૂર્ણ ધ્વજમાં છે હિંદુ મંદિરનું ચિત્ર

saveragujarat

હાર્દિક પટેલ ભાજપમાં : 12.39ના વિજય મુહુર્તમાં કેસરીયો ખેસ પહેર્યો

saveragujarat

Leave a Comment