Savera Gujarat
Other

હાર્દિક પટેલ ભાજપમાં : 12.39ના વિજય મુહુર્તમાં કેસરીયો ખેસ પહેર્યો

સવેરા ગુજરાત/ ગાંધીનગર

ગુજરાત પાટીદાર અનામત આંદોલનની યુવા ક્રાંતિકારી સમાન ઓળખ બનાવનાર અને કોંગ્રેસમાં ટુંકી રાજકીય કારકિર્દી બાદ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગરમાં કોબાથી કમલમ સુધીના શક્તિ પ્રદર્શન સાથે હાર્દિક પટેલને કમલમમાં ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી સી.આર.પાટીલે કેસરીયો ખેસ પહેરાવ્યો હતો અને એક સમયે પાટીદાર આંદોલનનો મકકમ મુકાબલો કરી સરકારના ટ્રબલ શુટર બનનાર પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હાર્દિક પટેલને ભાજપની કેસરીયા ટોપી પહેરાવી હતી.

આ પુર્વે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પુર્વ મહિલા નેતા શ્ર્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પુર્વે હાર્દિક પટેલ તેમના અમદાવાદ ખાતેના નિવાસે દુર્ગાપૂજા કરી હતી અને સ્વામીનારાયણ ગુરૂકુળમાં ગૌ પૂજન કર્યુ હતું તથા કોબાથી કમલમ સુધીનો રોડ-શો યોજયો. આ અગાઉ હાર્દિક પટેલે આજે ટવીટ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સીપાહી બનીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તથા રાષ્ટ્રહિત તથા સામાજીક હીતની લાગણી સાથે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

એક સમયે રાજદ્રોહ સહિતના આરોપોનો સામનો કરનાર હાર્દિક પટેલને આજે આવકારવા ભાજપમાં ‘ઉત્સાહ’ નજરે પડતો ન હતો તથા ભાજપના સંગઠન સિવાયના કોઈ પદાધિકારીઓ હાજર ન હતા. હાર્દિક પટેલ કમલમના કાર્યક્રમ બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી પણ તેમાં ભાજપના કોઈ નેતાઓ હાજર રહ્યા ન હતા તે સૂચક છે. ગત તા.18ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશની ઘડીઓ ગણાતી હતી.

હાર્દિક અગાઉ જ પોતાના ટવીટમાં પદ કે હોદ્દાની લાલચ વગર જ કામ કર્યુ હોવાનું જણાવ્યું હતું.

Related posts

અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના દેશોમાં વસતાં હિન્દુઓ પર હુમલા માટે પાકિસ્તાન જવાબદાર

saveragujarat

વલસાડમા અજાણ્યા ઈશમોએ અવાવરુ જગ્યાએ ફેંક્યો રષ્ટ્રધ્વજ, પોલીસે સન્મન આપી ધ્વજ ઊઠાવ્યો-આગળની તપાસ હાથ ધરી.

saveragujarat

હત્યાના પ્રયાસની કલમ હેઠળ નોંધાયો ગુનો

saveragujarat

Leave a Comment