Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ (ન્યાયાધીશ) તરીકે અરવિંદ કુમારની નિમણૂંક કરવામાં આવી, રાજભવન ખાતે રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા…

ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બાબતે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર હાલમાં કર્ણાટક હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરી રહ્યા છે અને તેમણે 1987 માં એડવોકેટ તરીકે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

જસ્ટિસ અરવિંદ કુમારે શરૂઆતમાં સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ, અપીલ ટ્રિબ્યુનલમાં લગભગ 4 વર્ષ સેવા આપી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં વકીલાત કરી. વર્ષ 1999 માં તેમની કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના અધિક કાયમી સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આ સિવાય તેમને વર્ષ 2005 માં ભારતના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2009 થી કર્ણાટક હાઇકોર્ટના જજ તરીકે સેવા આપી રહ્યા છે અને હવેથી હાઇકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે.

 

 

 

Related posts

ગૃહમાં અદાણી અંગેના પ્રશ્નોને હટાવી દેવાયા: રાહુલ ગાંધી

saveragujarat

પુરવઠા વિભાગે ટેન્ડર શરતો બદલાવી નાખતા હાઈકોર્ટનો સ્ટે

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ જિલ્લામાં વરસાદ થયો

saveragujarat

Leave a Comment