Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

પાકિસ્તાનમાં હિન્દુ સગીરાની હત્યા ઃ સગીરાના તાબે ન થતાં માથામાં ગોળી મારી હત્યાં

 

સિંધ તા. ૨૨
પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ સાથે જબરદસ્તી કરવાનો સિલસિલો સતત ચાલુ છે. પાકિસ્તાનથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં અપહરણ કરવામાં નિષ્ફળ ગયેલા અપરાધીએ હિન્દુ છોકરીની જાહેરમાં હત્યા કરી નાખી. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના દક્ષિણી સિંધ પ્રાંતમાં ૧૮ વર્ષની એક હિન્દુ છોકરીના અપહરણમાં નિષ્ફળતા મળતા તેની હત્યા કરી દેવાઈ.
સોમવારે મીડિયામાં આવેલા એક ખબરમાં આ જાણકારી અપાઈ છે. અખબાર ફ્રાઈડે ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સિંધ પ્રાંતના સુક્કુરના રોહીમાં પૂજા ઓડ નામની હિન્દુ છોકરીની જાહેરમાં હત્યા કરવામાં આવી. પૂજા ઓડે જ્યારે અપહરણનો વિરોધ કર્યો તો અપહરણકારોએ બધાની સામે જ તેને જાહેરમાં ગોળી મારી દીધી. પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટના કોઈ નવી ઘટના નથી. પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓ પર જુલ્મનો સિલસિલો સતત ચાલુ છે. સુક્કુર જિલ્લાના એસપીએ જણાવ્યું કે પૂજાની હત્યાના મુખ્ય આરોપી વાહિદ બખ્શ લશારીની ધરપકડ કરી લેવાઈ છે. લશારી પાસેથી હથિયાર પણ પોલીસે જપ્ત કર્યું છે. એસપીએ જણાવ્યું કે આરોપી વાહિદ પૂજા સાથે લગ્ન કરવા માટે તેનું અપહરણ કરવા માંગતો હતો.
ખબરમાં કહેવાયું છે કે પ્રત્યેક વર્ષ અલ્પસંખ્યક સમુદાયોની મહિલાઓનું ખાસ કરીને સિંધમાં અપહરણ કરવામાં આવે છે અને ધાર્મિક ચરમપંથીઓ તેમનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવે છે. પાકિસ્તાનના લઘુમતી સમુદાયના લોકો લાંબા સમયથી જબરદસ્તીથી વિવાહ અને ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર નાઈલા ઈનાયતે પૂજા કુમારી અને તેના હત્યારાની તસવીર ટિ્‌‌વટર પર શેર કરતા લખ્યું છે કે પાકિસ્તાન નામની આ પાક જમીન પર દરરોજ હિન્દુ અને ખ્રિસ્તિ દીકરીઓનું અપહરણ કરાય છે, જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના લગ્ન કરાવી દેવાય છે અને પાકિસ્તાન આ બધુ તમાશાબીન બનીને જાેયા કરે છે. સિંધના સુક્કુરમાં અપહરણ અને ધર્માંતરણનો વિરોધ કરનારી ૧૮ વર્ષની પૂજા કુમારી ગોડની વાહિદ લશારીએ ગોળી મારીની હત્યા કરી નાખી.

Related posts

અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતાં બે શખ્સોને ૨૧ ગ્રામ એમડી ડ્રગ્સ સહિત ૭.૫૯ લાખની રોકડ સાથે ઝડપાયાં

saveragujarat

સાસણ ગીરના જંગલમાં એક અલગજ ઘટના બની હતી , એક કાચબાએ ખુંખાર ત્રણ સિંહોને હંફાવી મુક્યા.

saveragujarat

કોલસાની અછતથી દેશના ડઝન રાજ્યોમાં ભારે વીજ સંકટ

saveragujarat

Leave a Comment