Savera Gujarat
Other

સાસણ ગીરના જંગલમાં એક અલગજ ઘટના બની હતી , એક કાચબાએ ખુંખાર ત્રણ સિંહોને હંફાવી મુક્યા.

સવેરા ગુજરાત/સાસણ :-  સાસણ ગીર જંગલમા ક્યારેક ભાગ્યે જ જોવા મળતી ઘટનાઓ બની જતી હોય છે. પુરાવા રૂપે તેની તસવીરો અને વીડિયો પણ ક્યારેક સામે આવી જતા હોય છે. આવી જ એક અદભુત ઘટના સામે આવી છે. ત્રણ સિંહે મળીને કાચબાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વન વિભાગના કેમેરામાં કેદ થયો છે.

ગીરના જંગલમાં બની અદભૂત ઘટના, સસલાને રેસમા હરાવનારા કાચબાએ જંગલના 3 સિંહોને હંફાવ્યા

આ દ્રશ્યો સાસણ ગીર જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ પાસેના છે, જ્યાં કાચબાનો શિકાર કરવાનો પ્રયાસ કરતા ત્રણ સિંહ નજરે પડ્યા હતા. સિંહો શિકાર કરતા હોવાની સમગ્ર ઘટના વન વિભાગના અધિકારી મોહન રામે પોતાના કેમેરામાં કેદ કરી. કાચબા અને સસલાની વાર્તા તો દરેક લોકોએ સંભાળી હશે. પરંતુ ગીરમાં આવી જ એક અદભુત ઘટના બની છે, જેમાં કાચબા અને ત્રણ સિંહની સત્ય કહાની છે. જેવી રીતે સસલાની સામે કાચબાની જીત થઇ હતી, તેમ અહીં ત્રણ ત્રણ સિંહ સામે પણ આખરે કાચબાંની જ જીત થઇ છે. આ આખી ઘટનાને સાસણ ગીર નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામે પોતાના કેમેરામા અદભુત રીતે કંડારી છે.

No description available.

સાસણ ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ પાસે થોડા દિવસો પહેલા ત્રણ યુવા સિંહો ડેમ આસપાસના વિસ્તારમાં ઘૂમી રહ્યા હતા. ત્યારે સાસણ ગીર નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામ રૂટિન ડ્યુટી માટે આ વિસ્તારમાં આવ્યા હતા. આવામાં ટ્રેકરે તેમને માહિતી આપી કે, ડેમ આસપાસમાં ત્રણ સિંહ ઘૂમી રહ્યા છે. એટલે સાસણ ડૉ મોહન રામે આ ત્રણ સિંહોને ઓબ્ઝર્વ કરવાનું શરુ કર્યું હતું. તેવામાં અચાનક એક સિંહે દોડીને ડેમના કાંઠે બેઠેલ એક કાચબાને શિકારના ઈરાદાથી ઝડપી લીધો હતો. ત્યાર પછી જે કઈ બન્યું તે બધુ જ અચરજ પમાડે તેવું અને ચોંકાવનારું હતું, ડૉ મોહન રામે આ આખી ઘટનાને કેમેરામાં કંડારી લીધી હતી.

No description available.

સાસણ ગીર નાયબ વન સંરક્ષક અને એશિયાઈ સિંહોના વિશેષજ્ઞ ડૉ મોહન રામ પોતાને ખુબજ લકી માને છે. સાસણ ગીરના DFO મોહન રામે આ ઘટના વિશે કહ્યુ કે,  આવી ઘટના જવલ્લે જ બને છે અને બનતી હોય છે. તેનું ડોક્યુમેન્ટેશન થઇ શકતું નથી. પરંતુ હું નસીબદાર છું કે આવી અદભુત ઘટનાનો હું સાક્ષી બન્યો છું.

Related posts

શું કોઈ 10નો સિકકો સ્વિકારવાની ના પાડે છે? તો અહીં ફરિયાદ કરો

saveragujarat

ચૂંટણી પૂરી થતાં જ પ્રજા ભૂલાઈ ગઈ : અમિત ચાવડા

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૧૩૮૬ નવા કેસ, ૧૭૩૩ લોકોનાં મોત

saveragujarat

Leave a Comment