Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

અણુ વિસ્ફોટના સંકેત આપતાં યુક્રેની નેતા ઝેલેસ્કીઃ અમારી પાસે શક્તિશાળી પ્રહાર કરવાની તાકાત છે

 

કિવઃ તા. ૨૧
છેલ્લા રપ દિવસથી ચાલી રહેલા રશિયા-યુક્રેનના યુદ્ધ દરમિયાન આખરે યુક્રેની નેતા ઝેલેસ્કીએ રશિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જવા મજબૂત ન કરવાની ચેતવણી આપતાં જણાવ્યું છે કે, અમારી પાસે શક્તિશાળી પ્રહાર કરવાની ક્ષમતા છે ત્યારે ઝેલેન્સકીની આ ચેતવણી અણુ વિસ્ફોટના સંકેત આપતાં હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. જે ત્રીજા વિશ્વયુદ્ધને નોતરી શકે છે. છેલ્લા ચાર સપ્તાહથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે નિર્ણાયક સમય આવી ગયો છે અને રશિયાએ હવે કિવ સહિતના શહેરો પર જે રીતે વિનાશક હાયપર મિસાઈલનો ઉપયોગ ચાલુ કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ એક અત્યંત ગંભીર ચેતવણીમાં જણાવ્યું હતું કે તેઓ હજું પણ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન સાથે વાતચીત કરવા તૈયાર છે પણ જાે કોઈ સમાધાન નહી થાય તો ત્રીજુ વિશ્વયુદ્ધ છેડાઈ શકે છે.
જેલેસ્કીની આ ચેતવણીને યુરોપ, નાટો ના દેશો અને અમેરિકાએ ગંભીર રીતે લીધી. રશિયન સેનાએ યુક્રેનની નાટો દેશોની સરહદ નજીક પહોંચી ગયું છે અને રશિયાના સૈન્ય તથા નાટોની સેના વચ્ચે સીધી ટકકરની શકયતા વધી છે. તા.૧૩ના રોજ જ રશિયાના લડાયક વિમાનોએ યુક્રેન, પોલેન્ડ સરહદ પર ૨૦ કી.મી.ના સિકયોરીટી ઝોનમા આવેલા યાવોરીવ ઈન્ટરનેશનલ સેન્ટર પર રોકેટ દાગ્યા હતા. પોલેન્ડ એ નાટોનો સભ્ય દેશ છે અને રશિયા કે બેલારૂસ તરફથી તેના પર હાલની સ્થિતિમાં ભડકો થઈ શકે છે.
બીજી તરફ જેલેસ્કીએ યુક્રેનના પોર્ટ, સીટી, મારીયુપોલ પર જે ભીષણ હુમલો થયો અને અહી સ્કુલમાં શરણ લેનાર યુક્રેઈન નાગરિકો પર બોમ્બવર્ષા કરવામાં આવી. સતત બીજા દિવસે વધુ એક હાયપર સોનિક મિસાઈલ દાગવામાં આવ્યું પછી રશિયા હવે વાટાઘાટની ચિંતા કરતું નથી તેવા સંકેત જાય છે. આ વચ્ચે જેલેસ્કીએ ફરી વાટાઘાટ માટે પુટીનને આમંત્રણ આપીને હવે સ્થિતિ હાથમાંથી સરકતી જતી હોય તેવા સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું કે હું વાટાઘાટ માટે તૈયાર છું પણ જાે હવે તે નિષ્ફળ જશે તો તેનો અર્થ એ થશે કે બન્ને દેશો વચ્ચેની લડાઈ ત્રીજા વિશ્વ યુદ્ધ ભણી દુનિયાને લઈ જશે. યુક્રેનમાં ૮૦% શહેરો તબાહ થયા છે. ચારે તરફ ઈમારતોના કાટમાળ અને સૈન્યના ટેન્ક વિ.ના ભંગાર નજરે ચડે છે.

Related posts

જામનગર સૈનિક શાળા બાલાચડી ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી.

saveragujarat

રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી ૧૨ લાખ વેક્સિનના ડોઝ મગાવ્યા

saveragujarat

લોકોને ક્યારેય ગુજરાતના રમખાણો ભૂલીને આગળ વધવાનું કહ્યું નથીઃ શશી થરૂર

saveragujarat

Leave a Comment