Savera Gujarat
Other

અમદાવાદમાં ઘરમાં જ ડ્રગ્સનો કાળો કારોબાર કરતી મહિલા ઝડપાઇ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૪
અમદાવાદ ડ્રગ્સ માફીયાઓ માટે હબ બની ગયું છે ત્યારે ડ્રગ્સને નેટવર્કમાં અનેક મહિલાઓ પણ સક્રિય રીતે ભાગ ભજવે છે. જુહાપુરામાં ઘરમાં જ ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ડ્રગ્સ પેડલર ઝડપાઈ છે. ડ્રગ્સ વેચવા બાબતે પોલીસે તેની પૂછપરછ કરતા બીમારીના ઈલાજ માટે પૈસા બનાવવા તે ડ્રગ્સ વેચતી હોવાનું સામે આવવા પામ્યું છે. ત્યારે એસઓજી ક્રાઈમે ૬ મહિનામાં નશાનો સોદો કરનાર ૯ મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.SOG કસ્ટડીમાં જાેવા મળતી આ મહિલા પરવીનબાનું બલોચ છે. જે ઘરમાં નશાનો સોદો કરતી હતી. SOG ક્રાઇમને બાતમી મળી કે જુહાપુરામાં સંકલિત નગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે. ર્જીંય્ રેડ કરતા પરવીનબાનું નામની મહિલા ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાઇ. તેની પાસેથી ૩.૪૯ લાખનું SOG ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. છેલ્લા ૪ માસથી આ મહિલા પોતાના ઘરમા ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું ખુલ્યું છે. ર્જીંય્ ક્રાઇમે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલા પરવીનબાનું અને તેનો પતિ મોહસીનખાન બલોચ જુહાપુરા રહે છે. તેમને કોઈ સંતાન નથી. પતિ ડ્રગ્સની લત ધરાવે છે.. જ્યારે પરવીનબાનુને ટીબીની ગાંઠ થતી હોવાથી તેના ઓપરેશન માટે એક લાખનો ખર્ચ છે. જેથી તે ડ્રગ્સ પેડલર બનીને પૈસા કમાવવાનું શરૂ કર્યો. વટવામાં સેજાદખાન પઠાણ પાસેથી રૂ ૨૦ હજારમાં ડ્રગ્સ ખરીદીને લાવી હતી. અને ૫૦ હજાર સુધીમાં વેચાણ કરતી હતી. તેના ગ્રાહકો ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા. ર્જીંય્ ક્રાઇમે આ ડ્રગ્સ નેટવર્ક કેવી રીતે બનાવ્યું અને કેટલા ગ્રાહકો ડ્રગ્સ લઈ જાય છે તેની તપાસ શરૂ કરી. આ ઉપરાંત ડ્રગ્સ આપનાર વોન્ટેડ સેજાદખાન પઠાણની શોધખોળ શરૂ કરી.

Related posts

કેનેડામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે

saveragujarat

રાહુલ ગાંધીની સુરક્ષા ચુકનો મામલો,ચાલુ ગાડીએ ઝંડો ફેંકતા મોઢા પર ચોંટ આવી.

saveragujarat

કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ ગુપ્તાને ત્રણ વર્ષની કેદ

saveragujarat

Leave a Comment