Savera Gujarat
Other

ધૂળેટીનો પર્વ મળશીયામાં પલટાયો : મહિસાગર જિલ્લામાં વણાંકબોરી ડેમમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડૂબી જતાં મોત

સવેરા ગુજરાત, મહિસાગર તા. ૧૯
મહિસાગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પર નદીમાં ન્હાવા પડેલા કુલ પાંચ યુવાનો ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કઠલાલથી ચાર યુવાનો વણાંકબોરી ડેમ ન્હાવા માટે આવ્યા હતા. જ્યાં આ ચારે યુવાન ડૂબ્યા હતા. જેમાંથી બે યુવાનોના મોત થયા છે. ઘટનાને પગલે બાલાસિનોર પીઆઇ સહિત તમામ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઢેસિયા ગામનો યુવાન હાડોળમાં ડૂબ્યો હોવાની સામે આવ્યું છે. આ સાથે નદીમાં ન્હાવા પડેલા કુલ પાંચ યુવાનોમાંથી ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાનોની શોધખોળ ચાલી રહી છે. જાે કે, પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Related posts

જેતપુરની ભાદર કેનલામાં મળેલી સાધુની લાશનો આખરે ભેદ ઉકેલાયો, જાણો શા માટે સાધુની ત્રણ શખ્સોએ કરી હતી હત્યાં

saveragujarat

મોદીની હત્યા માટે ૨૦ કિલો આરડીએક્સ મોકલ્યાની ધમકી

saveragujarat

કઠોળ સંશોધન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા માંડલ તાલુકાના રીબડી ગામે ખેડૂત દિનની ઉજવણી કરાઈ

saveragujarat

Leave a Comment