Savera Gujarat
Other

પોલીસ મિત્રો આનંદો : પોલીસ અધિકારી અને કર્મચારીઓના પરિવાર કલ્યાણ માટે રાજ્ય પોલીસવડા ભાટિયાએ રાહતનો પટારો ખોલ્યોં

સવેરા ગુજરાત/રાજકોટ-પ્રજાની સુરક્ષા માટે રાત-દિવસ એક કરીને ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારના ‘કલ્યાણ’ માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ રાહતોનો પટારો ખોલ્યો છે. ડીજીપી આશિષ ભાટિયાએ મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે હવેથી કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીને મોબાઈલ ફોન ખરીદવો હશે તો તેને પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂા.25000ની લોન આપવામાં આવશે. આવી જ રીતે જો કોઈ કર્મચારી-અધિકારીને કોમ્પ્યુટર ખરીદવું હોય તો તેને રૂા.60,000ની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.જ્યારે મરણોત્તર સહાયમાં પણ બમણો વધારો કરતાં હવે રૂા.25 હજારના બદલે રૂા.50 હજાર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીના સંતાનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હોય તો તેમને લોન સરળતાથી મળી રહે તે માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વેલ્ફેર ફંડની કામગીરી કરતાં અધિકારી-કર્મચારીનું લઘુત્તમ વેતન પણ વધારીને રૂા.1000થી 1500 કરવામાં આવ્યું છે. કોઈ પોલીસ કર્મચારી-અધિકારીને મોતીયાનું ઓપરેશન કરાવવું હોય તો તેને રૂા.30,000ની લોન ચૂકવવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં પસંદગી પામેલા ખેલાડીને મહત્તમ રૂા.10 લાખનું ચૂકવણું કરવામાં આવશે તો રૂા.2 લાખ સુધીની સહાય સ્પોર્ટસ કિટ, સાધનો, કોચિંગ, મેડિકલ વિગેેરે ખર્ચ માટે ચૂકવવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં પસંદગી પામેલા ખેલાડીને મહત્તમ રૂા.પાંચ લાખ તેમજ 1 લાખ રૂપિયા સ્પોર્ટસ કિટ, સાધનો, કોચિંગ અને મેડિકલ સહિતના ખર્ચ માટે ચૂકવવામાં આવશે.દરમિયાન સિલાઈ મશીનની લોનમાં વધારો કરી રૂા.10,000, સંતાનના લગ્ન માટે રૂા.1,50,000, બે વર્ષ સુધી 0% અને ત્રીજા વર્ષથી 5%ના વ્યાજદર સાથે મેડિકલ લોન, દર બે વર્ષે મળતી ચશ્મા સહાય હવેથી રૂા.2000ની જગ્યાએ 5000, દાંતના ચોકઠા માટે રૂા.4000ના બદલે રૂા.10,000, મરણોત્તર સહાય 25000ની જગ્યાએ 50,000, પોલીસ પરિવારના બાળકોની કારકીર્દિ માટે અને પ્રોત્સાહન માટે ઈનામની રકમમાં અભ્યાસવાઈઝ વધારો કરવામાં આવ્યો છે.

Related posts

શક્તિપીઠ અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત 10 કરોડના ખર્ચે આધુનિક સુવિધા વાળી સંસ્કૃત પાઠશાળા બનશે.જિલ્લા કલેક્ટરનો નિર્ણય.

saveragujarat

સુરતના હીરા ઉદ્યોગ પર મંડરાયા કાળા વાદળો

saveragujarat

શું કોઈ 10નો સિકકો સ્વિકારવાની ના પાડે છે? તો અહીં ફરિયાદ કરો

saveragujarat

Leave a Comment