Savera Gujarat
Other

મંત્રીઓ બદલાયા હોવા છતાં વિધાનસભામાં ધારાસભ્યોના પ્રશ્નોનું નિરાકરણ ઠેરનું ઠેર

સવેરા ગુજરાત/ગાંધીનગર-ગુજરાત વિધાનસભામાં આજે માગણીઓ પરની ચર્ચાને મતદાનમાં કોંગ્રેસના ધારાસભ્યે સરકારને ઘેરી હતી આ તબક્કે સુખરામ રાઠવાએ સરકાર ને અપીલ કરી હતી કે ધારાસભ્યોના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ ઝડપથી થતું નથી એટલું જ નહીં વહીવટી તંત્રના અધિકારીઓની અડોડાઇ ના કારણે વિભાગના મંત્રી બદલાયા પછી પણ ધારાસભ્યોના પ્રશ્નો ઠેરનાઠેર રહે છે.

ત્યારે સરકરે આ બાબત ને ગંભીરતા થી લેવા આપીલ કરી હતી. ઉપરાંત વિપક્ષી નેતા એ લોકાયુક્ત ની જગ્યા ઝડપથી ભરવા અનુરોધ કર્યો હતો. અને સાહિત્ય છાપકામ માં સરકાર ભગવાકરણ નકરે તેવી વિનંતી પણ સરકાર ને કરી હતી. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હિતુ કનોડિયાએ માહિતી અને પ્રસારણ વિભાગ અંગે વિધાનસભા ગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા કે આજે જાહેરાતના માધ્યમમાં આધુનિકરણ થયું છે.

એટલું જ નહીં ગુજરાતના ફિલ્મ ઉદ્યોગને ભગવાન બનાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને એટલે જ વિવિધ સહાય આપવામાં આવતી હોવાની કબૂલાત કરી હતી આ તબક્કે સરકારને અપીલ કરી હતી કે ગુજરાત સરકાર ગુજરાતમાં જ ફિલ્મનું નિર્માણ થાય તે માટે એક ફિલ્મ સિટી બનાવે અને આ માટે પીપીપી ના આધારે ગુજરાતમાં ફિલ્મ સિટી બને તેવી આશા વ્યક્ત કરી હતી.

આ તબક્કે તેમણે વિધાનસભા ના તમામ ધારાસભ્યોને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા અનુરોધ કર્યો હતો આ તબક્કે તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યો હતો કે તે સમયે કાશ્મીર પંડિત ઉપર અત્યાચાર કરવાવાળા સામે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા તે આ ફિલ્મ ઉપરથી ઉજાગર થતું હોવાનું નિવેદન કર્યું હતું.

તો બીજી તરફ કોંગ્રેસના નવસાદ સોલંકી એ પણ સામાન્ય વહીવટ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન સરકારના ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગના કેટલાક અધિકારીઓની મનુવાદી માનસિકતા ધરાવે છે. જેના કારણે સામાન્ય નાગરિકો હેરાન થતા હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે તેમણે સરકારી ભરતી પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ સમાજના કેટલાક શિક્ષિત બેરોજગારોને થયેલા અન્યાય અંગેની વિગતો વિધાનસભાગૃહમાં આપી હતી.

આ તબક્કે તેમણે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં નોકરીથી વંચિત રહેલા અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવારો અંગેની કેટલીક વિગતો વિધાનસભાગૃહમાં આપી હતી.ઉપરાંત તેમણે કોરોના કાળમાં રાજ્ય સરકારે તમામ ધારાસભ્યોને 50 લાખ રૂપિયા આરોગ્ય સેન્ટર ઉપર વાપરવા માટે કરેલાં ઠરાવને વિસંગતતા અંગે નવસાદ સોલંકી એ જણાવ્યું હતું કે મારા મત વિસ્તાર માટે મેં એમ્બ્યુલન્સની ખરીદી કરી ત્યારે વાહન અને સાધન જેવા શબ્દોનો અધિકારીઓ એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો એટલું જ નહીં આ બાબતે તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને મળીને માહિતગાર કર્યા હતા જેમણે મારી વાતને સમર્થન આપ્યું હતું . પેટ્રોલ નહિ મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસનાથન ને પણ આ અંગે રૂબરૂ રજૂઆત કરી હોવા છતાંય મારા ગ્રાન્ટના પ્રશ્ન ની ફાઈલને સાત મહિના વીતી ગયા હોવા છતાંય ફાઇલનો નિકાલ ન થયો તે નજ થયો. તે રજૂઆત કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ શેમ.શેમ ના નારાથી ગૃહ ને ગજવ્યું હતું.

Related posts

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન

saveragujarat

अंध अपंग भाई बहनों ने इतना सुंदर काम करके गणेश जी की मूर्ति तथा उनकी सजावट की सभी चीजों को बनाया है

saveragujarat

ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજી અપનાવવામાં સૌથી આગળઃ માર્ક ઝકરબર્ગ

saveragujarat

Leave a Comment