Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

મરીન પોલીસના સ્ટાફ અછતના કારણે રેઢી પડી ભાવનગરના 151 કિલોમીટર સમુદ્રીય સંપત્તિની સપાટી

  1. ભાવનગરનો 151 કિમી દરીયાઈ પટ્ટો સુરક્ષા કર્મીઓના અભાવે રેઢો પડ્યો
  2. સ્ટાફના અભાવે દરિયાઈ વિસ્તારનું પૂરતું પેટ્રોલિંગ થઈ શકતું નથી
  3. 9 નોટીકલ માઈલનો દરિયો ભાવનગર જિલ્લાની હદમાં આવે છે
  4. ત્રણ બોટ પૈકી એક ટ્રેનિંગમાં હોય છે, જ્યારે બે બોટ વચ્ચે માત્ર એક ડ્રાઈવર છે

સવેરા ગુજરાત/ભાવનગર:-   ગુજરાત ખૂબ વિશાળ દરિયા કાંઠો ધરાવતું રાજ્ય છે, જેમાં ભાવનગર જિલ્લાની હદમાં આવતો 151 કિમી દરિયા કાંઠો ઓછા પોલીસ સ્ટાફના કારણે સાવ રેઢો પડ્યો છે. દરિયાઈ સુરક્ષા માટે ભાવનગર જિલ્લાને ફાળવાયેલી ત્રણ સ્પીડ મરીન બોટ પૈકી એક બોટ દ્વારકા-ઓખા ટ્રેનિંગમાં છે, જ્યારે બાકી બચેલી બે બોટ માત્ર એક ડ્રાઈવરના સહારે વારાફરતી ચલાવવામાં આવે છે. સ્પીડ બોટનો સ્ટાફ અપૂરતો છે. હવે એક જ બોટ કાર્યરત હોવાથી પૂરતું પેટ્રોલીંગ થઈ શકતુ નથી. આ જ કારણ છે કે, અસામાજિક તત્વો, આતંકી પ્રવૃત્તિઓ કરવા તથા ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતનો દરિયો સેફ પેસેજ બન્યો છે.

મરીન પોલીસમાં 20 જગ્યા ખાલી 
તાજેતરમાં જ ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ દરિયાઈ માર્ગેથી હેરાફેરી થતુ પકડાયુ છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગેથી આતંકી પ્રવૃત્તિ કરતા તત્વોની ઘૂસણખોરી રોકવા માટે ગુજરાતમાં મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી દ્વારા ત્રણ સ્તરીય પેટ્રોલીંગ કરવામાં આવે છે. જ્યારે ભાવનગરની વાત કરીએ તો 151 કિમી લંબાઈ અને કાંઠા થી 9 નોટીકલ માઈલનો દરીયો મરીન પોલીસની હદમાં આવે છે. જે માટે ભાવનગર જિલ્લામાં અલંગ અને ભાવનગર એમ બે મરીન પોલીસ સ્ટેશનની સ્થાપનાં કરવામાં આવી છે, તેમજ એક ઘોઘા આઉટ પોસ્ટ કાર્યરત છે, જે ભાવનગર બંદર મરીન પોલીસ દ્વારા કાર્યરત છે, આ બન્ને મરીન પોલીસ સ્ટેશન માટે કુલ 86 પોલીસ સહિત અધિકારીઓના સંખ્યા બળની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં હાલ બન્ને પોલીસ સ્ટેશન મળી કુલ-65 પોલીસ જવાન કામ કરી રહ્યા છે, એટલે કે 20 પોલીસ કર્મીઓની જગ્યા ઘણા સમયથી ખાલી પડેલી છે, જે આજ દિન સુધી પૂરવા માં આવી નથી.

બે બોટ વચ્ચે એક ડ્રાઈવર, વારાફરતી ગાડુ ગબડે છે 
આ વિશે ડીવાયએસપી એએમ સૈયદ જણાવે છે કે, અપૂરતા સ્ટાફને કારણે પૂરતું પેટ્રોલિંગ થઈ શકતું નથી, પેટ્રોલીંગ માટે ત્રણ સ્પીડ બોટ ફાળવવામાં આવી છે. એક બોટ ચલાવવા માટે 4 જણાંનો સ્ટાફ ફરજિયાત હોવો જોઈએ. જેમાં માસ્ટર, સેરાંગ, એન્જીન ડ્રાઈવર અને ઓઈલમેનનો સમાવેશ થાય છે. આમ ત્રણ બોટ માટે કુલ-12 જણાંનો સ્ટાફ હોવો જરૂરી છે. હાલ ત્રણ સ્પીડ બોટ પૈકી એક બોટ દ્વારકા-ઓખા ટ્રેનિંગમાં છે, જ્યારે બે સ્પીડ બોટ મરીન પોલીસ પાસે ઉપલબ્ધ છે. પરંતુ માત્ર એક ડ્રાઈવર હોવાથી બંને બોટનો વારાફરતી ઉપયોગ કરી એક ડ્રાઈવરના સહારે ગાડું ગબડાવી રહ્યા છે.

ઓઈલમેનની જગ્યા પણ ખાલી 
જ્યારે તાજેતરમાં જ બે ઓઈલમેનને કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયા વિના મરીન પોલીસમાંથી છૂટા કરાયા છે. જેથી એ જગ્યા પણ ખાલી પડેલી છે. આમ તો ભાવનગર સહિત નો મોટા ભાગની દરિયાઈ પટ્ટી ખાડી વિસ્તારમાં આવેલી છે, જેના કારણે બહુ મોટું જોખમ નથી. પરંતુ, ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો દ્વારા હથિયારોની હેરાફેરી તથા ડ્રગ્સની હેરાફેરી કરનાર તત્વોને ઝડપી પાડવા માટે પૂરતો સ્ટાફ હોવો જરૂરી છે, જેથી સ્ટાફના અભાવે ભાવનગરનો દરિયો હાલ રેઢો પડ્યો છે

Related posts

રાજ્યમાં ૨૪ કલાકમાં ૪૮ તાલુકામાં પડ્યો વરસાદ

saveragujarat

અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ

saveragujarat

વિશ્વ ગુજરાતી સમજ-યુથ વિંગમા આકાશ પટેલની કો-કન્વીનર તેમજ સંગઠન કો-ઓર્ડીનેટર તરીકે નીમણુક કરાઈ છે.

saveragujarat

Leave a Comment