Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ

સવેરા ગુજરાત,અમદાવાદ , તા.૨૯
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ અનેક વિસ્તારોમાં વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો હોવાથી રોડ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે તેમજ રોડ પર વાહન ચલાવતા લોકોને ભારે હાલાકોની સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નરોડા, સરદારનગર, એરપોર્ટ, શાહીબાગ, વાડજ, આશ્રમરોડ, નવરંગપુરા, ગોતા, નારણપુરા, આંબાવાડી, એસ જી હાઈવે, પાલડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્‌યુલર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જાેવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આંકડા પર નજર કરીએ તો ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં પારડી અને વલસાડમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારી અને વલસાડમાં આજે અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી રેડ એલર્ટ જયારે સુરત, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના ગાર્ડન જાણે સ્વીમિંગ પૂલમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળી રહ્યા છે. હવામાનની આગાહી મુજબ ગુરુવારે રાજ્યના વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ, જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં સાવર્ત્રિક જળબંબાકારની સ્થિતિ છે. દરમિયાન બુધવારે સવારે ભારે વરસાદને પગલે મલાડ વેસ્ટના માવલેદાર વિસ્તારમાં એક ઝાડ પડતા કૌશલ દોશી નામના ૩૮ વર્ષીય ગુજરાતી યુવકનું મોત થયાનું જાણવા મળ્યું છે.
કૌશલને માથા સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે બુધવારે દિલ્હી સહિત ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં વરસાદના આગમી લોકોને ગરમી અને અસહ્ય બફારાથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ જળવાઈ રહેશે. ૫ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તથા દક્ષિણ-પૂર્વીય રાજસ્થાનમાં ભારે વરસાદ નોંધાયો છે.

Related posts

ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ.૯પ લાખ કરોડના રોકાણો કરશે

saveragujarat

અનૈતિક સંબંધની શંકામાં પતિએ મિત્રો સાથે મળી પત્નીની હત્યા કરી

saveragujarat

સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની રેપ બાદ હત્યા

saveragujarat

Leave a Comment