Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

ગાંધીનરથી ચીલોડા સુધી પ્રધાન મંત્રીનો રોડ શો યોજયો-સતત બીજા દિવસે પણ જનમેદની યથાવત

સવેરા ગુજરાત/ગાંધીનગર:- ગઈકાલે પીએમ મોદીના એરપોર્ટથી કમલમ સુધીના 9 કિમી લાંબા રોડ શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, લાખોની જનમેદની ઉમટી પડી હતી. ત્યારે સતત બીજા દિવસે પીએમ મોદીનો રોડ શો નીકળ્યો છે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેવાના છે. ત્યારે ગાંધીનગરથી તેમના રોડ શોનો પ્રારંભ થયો છે. ત્યારે ગાંધીનગરથી ચીલોડા સુધીના તેમના રોડ શોમાં આજે પણ જનમેદની ઉમટી પડી છે.

દહેગામથી પીએમ મોદીનો રોડ શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રસ્તાની બંને તરફ હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદીનો રોડ શો આગળ વધી રહ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખુલ્લી જીપમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સવાર છે.

દહેગામ જતા સમયે પીએમ મોદીએ ક્ષણભર ગાડી થોભાવી હતી. લોકોના ઉત્સાહ વચ્ચે તેઓ ગાડીમાંથી બહાર આવ્યા હતા, અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ પળ ત્યાં હાજર લોકો માટે ખાસ બની રહી હતી. પીએમ મોદીને ગાડીમાંથી ઉતરતા જ જોઈને લોકોમાં જોશ આવ્યો હતો.

ક્યાં ક્યાં સ્વાગત થશે
રોડ શો દરમિયાન ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પર PM મોદીનું સ્વાગત કરાશે. ગાંધીનગરથી ચીલોડા સર્કલ સુધી PM ના સ્વાગતનો કાર્યક્રમ રખાયો છે. દહેગામમાં પીએમ મોદીના સ્વાગત બાદ ભવ્ય રોડ શો થશે. આ રોડ શો બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચશે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ધાટનમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જેમાં તેઓ સંબોધન પણ કરશે. પદવીદાન કાર્યક્રમ બાદ સાંજ સુધી તેઓ રાજભવનમાં રોકાશે અને સાંજે ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભની શરૂઆત સાથે પીએમ મોદી સ્પોર્ટ્સ પોલિસી 2022ની જાહેરાત પણ કરશે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ પદવીદાન સમારોહ છે. જેમાં 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. દેશના 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યાં છે. આ યુનિવર્સિટીની 10 શાખાઓમાં પોલીસ વિજ્ઞાન તથા સુરક્ષા સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસ આપવામાં આવે છે.  લોકસભામાં બિલ પાસ કરીને ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કઝાકિસ્તાનમાં તબીબી નિપૂણતાનો ડંકો વગાળ્યો

saveragujarat

સ્વિમિંગ કરતી વ્યક્તિનો કાન જ બંધ થઈ ગયો

saveragujarat

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા

saveragujarat

Leave a Comment