Savera Gujarat
Other

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો શૈક્ષણિક ક્ષેત્રે નિર્ણય :હવે શિક્ષકો બદલીની અરજી ઓનલાઇન કરી શકશે !!

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૦૯
રાજ્યના શિક્ષકોની બદલીની માંગણીઓની અરજી આવતીકાલથી ઓનલાઇન થશે. આ અંતર્ગત ઓનવાઇન પ્રક્રિયા શરૂ કરાશે. જેમાં ૧૩ જૂને જગ્યાનું વેરિફિકેશન કરવાનું રહેશે. ૧૪ થી ૧૬ જૂન સુધી શિક્ષકો અરજી કરી શક્શે અને ૨૭ થી ૨૮ જુન સુધી ઓર્ડરો જનરેટ થશે. જે બાદ શિક્ષકોની બદલીની સુચનાઓ જાહેર કરાશે. રાજ્યના શિક્ષકોની બદલીની માંગણીઓની અરજી આવતીકાલથી ઓનલાઇન થશે. આ અંતર્ગત ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરાશે. જેમાં ૧૩ જૂને જગ્યાનું વેરિફિકેશન કરવાનું રહેશે. ૧૪ થી ૧૬ જૂન સુધી શિક્ષકો અરજી કરી શક્શે અને ૨૭ થી ૨૮ જુન સુધી ઓર્ડરો જનરેટ થશે. જે બાદ શિક્ષકોની બદલીની સુચનાઓ જાહેર કરાશે. જણાવી દઇએ કે, ગુજરાતના શિક્ષકો વર્ષોથી પોતાના જુના પ્રશ્નોના એક સાથે ઉકેલ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂત્યા છે ત્યારે ગઇકાલે રાજ્ય રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઐતિહાસિક ર્નિણય લીધો હતો અને જે બદલ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત સંઘ દ્વારા તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, અમે શિક્ષકોના નાના-મોટા પ્રશ્નોને સાથે બેસીને ઉકેલીશુ, પતિ-પત્નીના કિસ્સામાં જિલ્લાફેર બદલી થશે. તમામ ઠરાવ ટુક સમયમાં કરવામાં આવશે. વધુમાં જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે, કોઈપણ સમસ્યાનું સમાધાન એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની કાર્યપ્રણાલી રહી છે. તેમની આ જ કાર્યપ્રણાલી અપનાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી આ સરકાર હજુ પણ કોઈ નાની-મોટી સમસ્યાઓ હશે, તો સંવાદ કરીને તેને દૂર કરવા પ્રયત્ન કરાશે.

Related posts

એસજી હાઈવેના તમામ ઓવરબ્રિજ પર કેમેરાનું અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવાયું

saveragujarat

અરવલ્લી:ભાજપના રાષ્ટ્રીય સંગઠન પુર્વ મહામંત્રી સંજય જોશીએ મોડાસામાં સુરેશ ત્રિવેદીના ઘરે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી

saveragujarat

રશિયા-યુક્રેનના યુદ્ધની અસર સમુદ્રના જીવો પર પણ પડીઃ ૫ હજાર ડોલ્ફીનોના મોત

saveragujarat

Leave a Comment