Savera Gujarat
Other

ખાદી ગ્રામોધ્યોગ દ્વારા PMEGP એકમ ઉત્પાદન પર 7 દિવસીય રાજ્ય સ્તરીય કરાયુ આયોજન.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  ખાદી ગ્રામોધ્યોગ આયોગ દ્વારા ગુજરાત રાજ્યમા PMEGP એકમોના ઉત્પાદનને પ્રોત્સાહન પુરુ પાડવા PMEGP નુ 7 દિવસીય રાજ્ય સ્તરીય પ્રદર્શનનુ આયોજન કરાયું છે . આ પ્રદર્શનનુ ઉદ્ઘાટન પ્રવીણકુમાર સોલંકી(આઈ.એ.એસ.) સચીવ અને કમિશનર , કુટીર અને ગ્રામીણ ઉધ્યોગ ગુજરાત રાજ્ય અને રાજ્ય નિયામક,KVIC,ગુજરાત, ડૉ. નિતેશ ધવન,નોડલ ઓફિસર જગબીરસિંહ તેમજ રાજ્ય સ્તારીય પદાધીકારીઓના વરદ હસ્તે કરવામા આવનાર છે .

આ પ્રદર્શનમા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાથી સુરેંદ્રનગર,દાહોદ,મોરબી,અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા,કચ્છ-ભુજ,આણંદ,સુરત,નર્મદા, વડોદરા અને રાજકોટ જેવા જિલ્લઓએ ભાગ લઈ રહ્યાં છે . આમ રાજ્ય ભરમાથી 25 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે .આ પ્રદર્શનમા ખાસ કરીને હર્બલ પ્રોડક્ટસ,હેન્ડીક્રાફ્ટ,ઈમિટેશન જવેલરી,લેધર પ્રોડક્ટ્સ,મધ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ,નેચરલ પીઈન્ટ્સ,,મહેંદી ફુડ અને બેવરેજ પ્રોડક્ટ્સ,અગરબત્તી પ્રોડક્ટ્સ , પોટરી અને રેડીમેંન્ડ ગારમેંન્ટ્સ છે જે ઉત્પાદનોની વિશાળ શ્રેણીની વિવિધતા આવરી લે છે .

આ આયોજનના મુખ્ય મહેમાન પ્રવીણકુમાર સોલંકી PMEGP અને ગ્રામોધ્યોગ ઉત્પાદનોના વેચાણ માટે આવા પ્રદર્શન દ્વારા માર્કેટીંગ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે કે.વી.આઈ.સી.ના પ્રયાસોની પ્રશંસા કરી હતી વિશેષ અતિથિ સંદીપ સાંગળે કલેક્ટર અમદાવાદ વતી પણ એવો અભીગમ વ્યક્ત કર્યો હતો કે કે.વી.આઈ.સી. ગ્રામીણ ઉધ્યોગોને પ્રોત્સાહીત કરવા માટે મોટી પહેલ કરી રહી છે. પ્રદર્શનમા પ્રદર્શીત વિવિધા ઉત્પાદનોમા એની એક જલક જોવા મળી રહી છે . તેમજ રાજ્ય નિયામક કે.વી.આઈ.સી. ડૉ.નિતેશ ધવને મહિતી આપી હતી કે PMEGP એ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધ્યોગ મંત્રાલય (ભારત સરકાર) ની મુખ્ય યોજના છે અને કે.વી.આઈ.સી. રાષ્ટ્રીય સ્તરે યોજના માટે નોડલ એજંસી છે .તેમણે એ પણ જણાવ્યુ હતુ કે કોવિડ-19 રોગચાળો હોવા છતાં PMEGPનુ લક્ષ્ય હાંસલ કરવામા આવ્યું છે , જે અમલીકરણ એજંસીઓ અને બેંકો સહીત તમામ હિતધારકોના સંયુક્ત પ્રયાસોના કારણેજ શક્ય બન્યું છે . ચાલુ નણાકીય વર્ષમા , PMEGP એકમોને લગભગ 250 કરોડની માર્જિન મની સબસીડી સહાય આપવામા આવી છે અને 3500 એકમોની સ્થાપના કરવામા આવી છે . જેનાથી આશરે 28000 નોકરીનુ સર્જન થયું છે . પ્રદર્શનના સહભાગીઓએ અમલીકરણ એજંસીઓ અને બેંકો તરફથી મળેલ સહાય અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. PMEGP પર આધારીત રાજ્ય કક્ષાના પ્રદર્શનનુ આયોજન 15 માર્ચ- 2022 દરમિયાન સવારે 11:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી બત્રીસી ભવન સુભાષ બ્રિજ અમદાવાદ ખાતે કરવામા આવ્યું છે .

Related posts

સબરકાંઠા:- મેવાડ સમાજનુ ગૌરવ વધારતી બહેનશ્રી દેવાંગી પંડ્યા

saveragujarat

હેલ્મેટ કાનૂનનો કડક અમલ કરાવો: હાઈકોર્ટનો હુકમ

saveragujarat

ભારતની પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ ‘શ્રીમદ્રા જચંદ્ર’ની આઈનોકસ આર વર્લ્ડમાં પ્રસ્તુત

saveragujarat

Leave a Comment