Savera Gujarat
Other

ભારતની પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ ‘શ્રીમદ્રા જચંદ્ર’ની આઈનોકસ આર વર્લ્ડમાં પ્રસ્તુત

ભારતની પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ રાજકોટમાં આજથી આઈનોકસ આરવર્લ્ડમાં સ્પેશ્યલ સ્ક્રીનીંગ થશે કાલે સવારે 10 વાગ્યે શો યોજાનાર છે. આ પ્રેરણાદાયક અલૌકિક ક્ષમતા ધરાવતા એક યુગપ્રધાન મહાપુરુષની અકલ્પનીય સત્યકથા છે.

ગુજરાતી ફિલ્મ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ જે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હ્સ્તે તા.19 નવે.ના પ્રસ્તુત કરવામાં આવેલ શ્રીધર કાકડેએ અત્યંત આધુનિક 3ડી એનીમેશન વિઝયુઅલ્સ (દ્દશ્યો)નો તેમાં ઉપયોગ કર્યો છે. જયારે ધરમ ભટ્ટે હૃદયસ્પર્શી સંગીત પીરસ્યું છે. અમર બાબરીયા તથા સુભવ મોરેએ વર્ણન કરેલ છે. પ્રશાંત મઝુમદારે કંઠ આપ્યો છે.

આત્માર્થ પ્રોડકશન્સ અને ભકિત ટ્રસ્ટે આ ફિલ્મનું નિર્માણ કયુર્ં છે, જયારે ભૈરવ કોઠારી એના નિર્દેશક છે. ભૈરવ કોઠારીના નિર્દેશન હેઠળની આ પ્રથમ ફિલ્મ છે.આ ફિલ્મને બનતા 8 વર્ષ લાગ્યા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં રિલીઝ થઈ છે.

આ એક અદભૂત ફિલ્મ છે. બાળ અવસ્થામાં ‘લક્ષ્મીનંદન’થી લઈને ‘શ્રીમદ્ રાજચંદ્ર’ સુધીની અનોખી આધ્યાત્મિક સફરને આમાં વણી લેવામાં આવી છે. ફિલ્મમાં આ મહાપુરુષની 55 હૃદયસ્પર્શી ઘટનાઓને વર્ણવવામાં આવી છે. તેમના પ્રભાવમાં મહાત્મા ગાંધીજી અને શ્રી જમસેતજી ટાટાથી લઈ લાખો લોકો આવ્યા છે અને એવા કેટલાક પ્રસંગોનો આ ફિલ્મમાં સમાવેશ થયેલ છે. શ્રીમદ્જીની આ ફિલ્મ વિશે બોલતાં નિર્દેશક ભૈરવ કોઠારી કહે છે કે: નવી પેઢીને જીવન જીવવાનો નવો દ્દષ્ટિકોણ મળે એ અર્થે શરૂઆતમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનકથા પર સરળ ઓડિયો-વિઝયુઅલ ફિલ્મ બનાવવાનો વિચાર આવેલો. પણ સમય જતા ઉત્સાહ વધતો જતો હોવાશ્રી એક ભવ્યાતિભવ્ય સ્વરૂપ આપવાનો નિર્ધાર કર્યો. આ પરિણામ લાવવામાં અઢી લાખ માનવ કલાકો અને 45 લાખ કમ્પ્યુટર કલાકોનો સમય ગયો છે. સાથે સેંકડો પડકારોનો સામનો કરવો પડયો છે, ભૈરવ કોઠારી જણાવે છે કે મને તો આ એક ઉત્કૃષ્ટ તક મળી છે, આ એક ફિલ્મ નથી પણ મારા જીવનકાળની સુંદર ભેટ છે.

Related posts

નરોડાના કોર્પોરેટર દ્વારા મહિલા મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તન

saveragujarat

બે અઠવાડિયામાં ત્રણ અમેરિકન બેન્ક ડૂબી

saveragujarat

Ahmedabad Serial Bomb Blast Judgement: અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર 49 આરોપીઓ દોષિત, આવતીકાલે સંભળાવાશે સજા

saveragujarat

Leave a Comment