Savera Gujarat
Other

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે,આવો જાણીએ

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  વિશ્વની પ્રત્યેક નારી કે જે ‘મા’ સ્વરૂપે, બહેન સ્વરૂપે, અર્ધાંગિની સ્વરૂપે મિત્ર સ્વરૂપે, પ્રેયસી સ્વરૂપે, દીકરી સ્વરૂપે અને બીજા અનેક સંબંધો સ્વરૂપે જગતનાં પ્રત્યેક માનવમાં સ્નેહ, સંસ્કાર,પ્રેમ, લાગણી, હૂંફ અને ચરિત્ર નિર્માણનું યુગો યુગોથી સિંચન કરતી આવી છે..,

સૃષ્ટિની પ્રત્યેક સન્નારી નિર્વ્યાજ સ્નેહનું અવિરત વહેતું ઝરણું છે, પરિવાર માટે ડગલે ને પગલે નારીનું સમર્પણ એ અગાધ મહાસાગર સમું છે, આ સ્નેહ અને સમર્પણ ને શબ્દોમાં વ્યક્ત કરી તેની મહત્તા ઓછી કરવા જેવું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. આ દિવસ તો દર વરસે ઉજવાય છે પણ બહુ ઓછા લોકો તેની ઉજવણી ક્યારે થઈ તેના વિશે જાણતા હશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાની શરૂઆત ઈ.સ. 1900માં થઈ હતી. આના માટે ન્યૂયોર્કમાં બનેલ એક ઘટના જવાબદાર હતી. 1908માં ન્યૂયોર્કની એક કાપડની મિલમાં કામ કરતી 15,000 મહિલાઓએ કામના કલાક ઘટાડવા માટે, વધારે વેતન આપવા અને તેમને પણ પુરૂષોની જેમ મતનો અધિકાર મળે વગેરે માંગ સાથે એક રેલી કાઢી હતી અને એ કદાચ સૌ પ્રથમ મહિલાઓની રેલી હોવી જોઈએ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં એકત્ર થઈ પોતાના અધિકારની માંગણી કરી હોય. એ અધિકારની લડાઈની અસર એવી થઈ કે અમેરીકાની રાજકીય પાર્ટીઓ પણ આ લડાઈમાં જોડાવા લાગી. આ જ સમયમાં 1909ની સાલમાં અમેરીકાની જ સામાજિક પાર્ટીએ પહેલીવાર “નેશનલ વુમન- ડે” ઊજવ્યો હતો. મહિલાઓના અધિકાર માટેની આ લડાઈ દેશ પૂરતી સીમિત ન રહેતા ડેનમાર્ક સુધી પહોંચી ગઈ.

વિશ્વની પ્રત્યેક નારીને હૃદયની ઊર્મિઓથી કોટી કોટી વંદન..કોટી કોટી પ્રણામ.

આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ, “પ્રત્યેક નારીનું ગૌરવ જાળવીએ..નારીનું ગૌરવ વધારીએ”….

 

Related posts

મોદીએ કેમ્પેગૌડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

saveragujarat

રતન ટાટા યુકેમાં કરી રહ્યા છે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ

saveragujarat

અમદાવાદમાં ૭૧૨ કરોડની સુવિધાઓનું લોકાર્પણ થશે

saveragujarat

Leave a Comment