Savera Gujarat
Other

અમદાવાદમાં ૭૧૨ કરોડની સુવિધાઓનું લોકાર્પણ થશે

ગાંધીનગર,તા.૬
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાનના વિવિધ ક્ષેત્રે અમલથી ઇન્ફ્રાસ્ટ્રકચર લેન્ડ સ્કેપમાં મોટા પાયે પરિવર્તન લાવનારૂં રાજ્ય બન્યુ છે. વડાપ્રધાનએ અમલી કરેલા “ઁસ્ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન”ના અમલીકરણ માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “આઝાદી જ્ર૭૫ ઃ ઁસ્ ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે “ઁસ્ ગતિ શક્તિ ગુજરાત” પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ. આ પોર્ટલ વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા તથા આ માસ્ટર પ્લાનના ઝડપી અમલીકરણ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્લાનથી માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહિ પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત થશે. ગુજરાત તેની સાનુકૂળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, વિશાળ સંભવિત બજાર, રાજકીય સ્થિરતા અને ભરોસાપાત્ર શાસન સાથે વૈશ્વિક વ્યાપાર માટે વિપુલ તકો પ્રદાન કરે છે ત્યારે રાજ્યમાં ઉપલબ્ધ તકોનું અન્વેષણ કરવા અને ગુજરાત અને ભારતની વૃદ્ધિમાં ભાગીદાર બનવા તેમણે આ સેમિનારમાં સહભાગી સૌને અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, વડાપ્રધાનએ તેમના દૂરંદેશીપૂર્ણ સુધારાઓ સાથે ગુજરાતના સંતુલિત અને પ્રાદેશિક વિકાસને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આર્થિક સમૃદ્ધિ માટે રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો અને તે માટે ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાન્સ અમલી બનાવવામાં આવ્યા છે તેના પરિણામે રાજ્યે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલી દૂરંદેશી પહેલો,સુધારાઓ અને કાર્ય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, “પ્રગતિપથ” યોજનામાં રાજ્યના છેડાને જાેડતા ૯ હાઇસ્પીડ કોરિડોરને પહોળા અને મજબૂત બનશે. કુલ રૂ.૨૪૮૮ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં કુલ ૩૭૧૦ કિમી લંબાઇના હાઇવે તૈયાર કરાશે. તેવી જ રીતે નગરપાલિકાઓ, શહેરી વિસ્તારો, શહેરો અને મોટાં શહેરોમાંથી પસાર થતા રાજ્યના માર્ગોનું આધુનિકીકરણ માટે “વિકાસ પથ” કાર્યક્રમ કાર્યરત છે.
“કિસાન પથ” પહેલથી ખેડૂતોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો અને તેમની ખેતપેદાશો અને દૂધ ઝડપથી બજારમાં પહોંચતા થયા છે. તે ઉપરાંત રાજ્યમાં “પ્રવાસી પથ”ની નવતર પહેલ થકી ૬૦ થી વધુ પ્રવાસી સ્થળો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થતાં પ્રવાસન ઉદ્યોગ વધુ વેગવાન બન્યો છે. રૂ.૨૩૦૦ કરોડ કરતાં વધુના કેન્દ્રિત રોકાણો સાથે આ પહેલથી રાજ્યના ૨૪ થી વધુ જિલ્લાઓને ફાયદો થયો છે. “રેલવે કનેક્ટિવિટી” થકી રેલવે ક્ષેત્રે પણ વિકાસને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઓપન એક્સેસ- કોમન કેરિયરના ધોરણે એક સંકલિત રાજ્ય-વ્યાપી ગેસગ્રીડ વિકસાવી છે. મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોને જાેડતા ૨૫ જિલ્લાઓમાં પાઇપલાઇન ગેસ ગ્રીડ નેટવર્ક રાજ્યમાં કાર્યરત છે. એ જ રીતે સિંચાઈ માટે પાણીના વિતરણ માટે ૭૫,૦૦૦ કિમીનું રાજ્યવ્યાપી વોટર ગ્રીડ નેટવર્ક અને ૧૪,૦૦૦ થી વધુ ગામડાઓ અને ૧૫૪ નગરોને પાણી પહોંચાડવા માટે પીવાના પાણીની ગ્રીડની સ્થાપના કરતો એક મિશન મોડ પ્રોજેક્ટ “વોટર ગ્રીડ” હાથ ધર્યો છે.તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકારે બંદરોના વિકાસ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરતી પ્રથમ પોર્ટ પોલિસી અમલી બનાવી છે. ભારતનું પ્રથમ ખાનગી બંદર ગુજરાતનું પીપાવાવ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વિક્સાવવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યમાં ચાર ગ્રીન ફિલ્ડ પોર્ટ લોકેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વીજ પુરવઠા ક્ષેત્રે ગુજરાતે વીજળીના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં વ્યાપક સુધારા કર્યા અને ૨૦૦૯માં પાવર સરપ્લસ રાજ્યનો દરજ્જાે પ્રાપ્ત કર્યો અને આજે ગુજરાતમાં ૨૪ટ૭ અવિરત ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામં આવી રહ્યો છે. ભારત નેટ પ્રોજેક્ટના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતે ડિજિટલ સેવાસેતુ પ્લેટફોર્મ, ય્જીઉછદ્ગ જેવા વિવિધ ડિજિટલ સુધારાઓ અને પ્રોજેક્ટ્‌સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. રાજ્યની વિકાસયાત્રા વધુ વેગવંતી બને તે માટે ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ, ૧૨ લેન દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ-વે, ગુજરાતના મુખ્ય શહેરોને જાેડતા રેલ કોરિડોર અને મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ્‌સ હાથ ધરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યુ કે, ગુજરાતે છેલ્લા એક દાયકામાં સતત ૧૦% થી વધુ વાર્ષિક ય્ડ્ઢઁ વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે ભારતના ય્ડ્ઢઁ માં ૮.૨૮% થી વધુ ફાળો આપે છે. રાજ્ય સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિફોર્મ્સ, ડિજિટલ ગવર્નન્સ, પોલિસી પહેલ અને રોજગારના ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પહેલ કરી છે, જેના કારણે ગુજરાત દેશમાં અગ્રણી રાજ્ય બન્યું છે. “ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી” શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત છે.આ સેમિનારમાં બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રાજ્ય સરકારની વિવિધ પહેલ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, બેડી અને મોરબી ખાતે પીએમ ગતિશક્તિ ટર્મિનલના ફાયદાઓ જેવા વિષયો પર સત્રો યોજાયાં હતાં. જ્યારે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વાઈસ ચેરમેન અભિષેક ચૌધરીની અધ્યક્ષતામાં પીએમ ગતિશક્તિ અને નેશનલ લોજિસ્ટિક પોલીસી, ઉદ્યોગ દૃષ્ટિકોણથી લાસ્ટ માઈલ કનેક્ટિવિટી, લોજિસ્ટિક ક્ષમતામાં વધારવા પીએમ ગતિશક્તિના મહત્વ અંગેના સત્રો યોજાયાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાઇસ ચેરમેન અને સીઇઓ આર. બી. બારડ, સીઆઈઆઈ ગુજરાત કાઉન્સિલના વાઈસ ચેરમેન દર્શન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

અમદાવાદ અમરાઇવાડીના નરાધમે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ

saveragujarat

જામનગર મહાનગરપાલિકાની NPSS સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નં. ૧ નું કરાયું લોકાર્પણ

saveragujarat

ગુજરાતના 4 પોલીસ કર્મીઓનુ રાજસ્થાન કાર અકસ્માતમા મોત,હવાઈ માર્ગે પાર્થિવ દેહ ગુજરાત પહોચાડાશે CM એ આપ્યા આદેશ.

saveragujarat

Leave a Comment