Savera Gujarat
Other

વાંકાનેર ખાતે મહારાણા રાજ કેસરીદેવસિંહજીનો રાજ તીલક અભિવાદન સમારોહ કાર્યક્રમમાં પ્રદેશ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.

ક્ષત્રિય સમાજે આખા દેશને એક કરવા યજ્ઞ કર્યો અને દેશના લોકોની સેવા કરી છે –સી.આર.પાટીલ

સવેરા ગુજરાત:-  ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે મહારાણા રાજકેસરીદેવસિંહજીનો રાજ તીલક અભિવાદન સમારોહ વાંકાનેર ખાતે યોજાયો જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સહિત મહારાજા સેવૈયા અને મહારાણી યોગીનીબા, સાંસદ અને મહામંત્રી વિનોદભાઇ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારિયા,પ્રદેશના ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, આઇ.કે.જાડેજા,રાજયકક્ષાના મંત્રી બ્રીજેશભાઇ મેરજા,રાજય કક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી,સાંસદ રામભાઇ મોકરિયા,પુર્વ રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા,માજી સાંસદ દેવજીભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટીલ સાહેબે સંબોઘન કરતા જણાવ્યું કે આજે આ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં જનમેદની આવી છે તે દર્શાવે છે કે કેસરીસિંહ પ્રત્યે વાકાનેરના લોકોને કેટલો પ્રેમ છે,કેટલો આદર છે.વાકાનેરના રાજવી પરિવારના નામદાર દિગવિજયસિંહ બે ટર્મ વાકાનેરના ધારાસભ્ય રહ્યા, બે વાર સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્ર સરકારમાં વન પર્યાવરણ મંત્રીના કેબિનેટ મંત્રી તરીકે તેમને જે કામગીરી કરી છે, જે સેવાકીય પ્રવૃતિ કરી છે, તેમની દીર્ઘદ્રષ્ટીથી જે રીતે વાકાનેરનો વિકાસ કર્યો તે કામને કારણે લોકોનો વિશ્વાસ જીત્યા છે અને માન સન્માન મેળવ્યું છે. ક્ષત્રિય સમાજે આખા દેશને એક કરવા જે યજ્ઞ કર્યો અને પોતાનો મહેલ,જાગીર,પોતાનું રાજપાઠ એ દેશ માટે સમર્પિત કર્યુ લોકશાહિ દેશમાં મહેલોમાં રહેવાને બદલે લોકોની સેવા કરવાનું શરૂ કર્યુ હતું.

Related posts

શું તમારું ખાતું SBI માં છે ? જાણો કઈ તારીખે કલાકો સુધી બંધ રહેશે બૅન્કિંગ સર્વિસ

saveragujarat

મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરિયાત વસ્તુઓ પર જીએસટીમાં વૃદ્ધિને લઇને રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી યોજાઇ

saveragujarat

ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની વકી

saveragujarat

Leave a Comment