Savera Gujarat
Other

મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરે, ઘનશ્યામ મહારાજનો ૭૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજનો ૭૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

સવેરા ગુજરાત/અમદાવાદ:-  “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી ગુરુપરંપરાની મૂર્તિઓનો ૭૮ મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શુદ્ધોદક જળ, દૂધ, દહીં, શર્કરા, ઘી, મધ, અત્તર વગેરેથી રાજોપચાર વિધિ પૂર્વક અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો.

શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના પાવનકારી સાન્નિધ્યમાં પરમ ઉલ્લાસ અને ઉમંગભેર ઊજવવામાં આવેલા પાટોત્સવ પર્વે સંતો-ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા –ફ્રુટ– ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી. ત્યારબાદ નીરાજન – આરતી, પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદનું ઓનલાઇન દર્શન – શ્રવણ કર્યું હતું.


આ પ્રસંગે આશીર્વાદ આપતાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે, અક્ષરધામ તુલ્ય ભવ્ય અને દિવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિરનું સર્જન ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. સત્પુરુષો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે. ત્રિદિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશના હજારો હરિભક્તોએ ઓનલાઈન દર્શન, આશીર્વાદ વગેરેનો અણમોલ લ્હાવો લીધો હતો .

 

Related posts

સુરતની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત

saveragujarat

હોળીના રંગોત્સવ પર્વમાં શ્રી પુરુષોતમ પ્રિયદાસજી મહારાજનો ૬૦મો દિક્ષા મહોત્સવ ઉજવાયો

saveragujarat

શામળાજી શીતકેન્દ્ર ના ડોક સુપરવાઇઝર નો વયમર્યાદા નિવૃત્તિ સમારોહ યોજવામાં આવ્યો

saveragujarat

Leave a Comment