Savera Gujarat
Other

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની રાહ જોનારા ઉમેદ્વારો માટે ખુશ ખબર-તારીખ કરાઈ જાહેર.

સવેરા ગુજરાત:-  વરંવાર વિવાદોમાં આવેલી બિનસચિવાયલ પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. 24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઈ છે.ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષાની જાહેરાત કરીને કહેવાયુ કે, મોકૂફ રખાયેલી બિનસચિવાલય પરીક્ષા હવે 24 એપ્રિલે લેવાશે. ઉલ્લેખનીય છે કે, 50 દિવસ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે.આ પરીક્ષા છેલ્લ બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી હતી. ત્યારે GADના અધિક મુખ્ય સચિવની પત્રકાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે.

પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળતો હતો
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓમા નિરાશા વ્યાપી ગઈ છે. પરીક્ષાઓ વારંવાર મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ મા ઘટાડો જોવા મળતો હતો. તૈયારી કરીને જ્યારે જ્યારે એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારેજ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. 4 વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ત્યારે તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી છે. 13 ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.આ અગાઉ GADના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કહ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. 13 ફેબ્રુઆરી યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે હવે 2 મહિનામાં ફરી પરીક્ષા યોજાશે તે અંગે તારીખ પણ જહેર કરી દેવામા આવી છે .

Related posts

આજે સાંજે મુખ્યમંત્રી ની પાટીદાર આગેવાનો સાથે બેઠક

saveragujarat

યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરનારા મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન

saveragujarat

૨૦૦૨માં ગુજરાત સરકારને બદનામ કરવાના ષડયંત્ર માટે અહેમદ પટેલ પાસેથી તિસ્તા શેતલવાડે ૩૦ લાખ લીધા હોવાનો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો ખુલાસો

saveragujarat

Leave a Comment