Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરનારા મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ પીએમમોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સીનેટમાં બહુમતીના નેતા ચક શૂમર, સીનેટ રિપબ્લિક નેતા મિચ મૈકકૉનેલ અને પ્રતિનિધિ સભાના ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝને આભાર વ્યક્ત કર્યો હતો અને ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, ભારતને અમેરિકા સાથેની તેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ છે, જે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, લોકો વચ્ચેના મજબૂત સંબંધો અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલ છે.પીએમમોદી ૨૨ જૂને અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરશે. અમેરિકી કોંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, પીએમમોદી ભારતના ભવિષ્ય અંગે પોતાના વિચારો રજુ કરશે અને બંને દેશો સમક્ષ વર્તમાન વૈશ્વિક પડકારો પર સંબોધન કરશે. રાષ્ટ્રપતિ જાે બાયડેન ૨૨ જૂને વડાપ્રધાન મોદીની અમેરિકીની સત્તાવાર રાજકીય યાત્રાની મેજબાની કરશે. ત્યારબાદ તેઓ રાજકીય રાત્રિભોજનમાં સામેલ થશે.અમેરિકી કોંગ્રેસ નેતાઓએ એક નિવેદન કહ્યું હતું કે, અમેરિકી પ્રતિનિધિ સભા અને અમેરિકી સેનેટના દ્વિપક્ષીય નેતૃત્વ તરફથી આપને (પ્રધાનમંત્રી મોદીને) ૨૨ જૂન ગુરુવારે કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવા એ અમારા માટે સન્માનની વાત છે. જૂન ૨૦૧૬ બાદ વડાપ્રધાન મોદી બીજી વખત અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરશે. આ સાથે જ પીએમમોદી આ બેઠકમાં બીજી વખત સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન બનશે.રાજીવ ગાંધી ૧૩ જૂન-૧૯૮૫માં અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન હતા. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ૧૯ જુલાઈ ૨૦૧૫માં, અટલ બિહાર વાજપાઈએ ૧૪ સપ્ટેમ્બર-૨૦૦૦માં, પી.વી.નરસિંહ રાવે ૧૮ મે-૧૯૯૪માં સંયુક્ત સત્રમાં સંબોધન કર્યું હતું. જ્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં સંયુક્ત સત્રમાં પ્રથમવાર સંબોધન કર્યું હતું અને હવે તેઓ આગામી ૨૨ જૂને બીજીવાર સંયુક્ત સત્રને બીજીવાર સંબોધન કરશે અને આ સાથે જ તેઓ અમેરિકી સંયુક્ત સત્રમાં સંબોધન કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બની ઈતિહાસ રચશે.વૈશ્વિક સ્તરે જાેઈએ તો, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલે (૧૯૪૧, ૧૯૪૩ અને ૧૯૫૨) અને ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ (૧૯૯૬, ૨૦૧૧ અને ૨૦૧૫)એ અમેરિકી સંયુક્ત સત્રમાં ૩-૩ વખત સંબોધન કર્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ પણ ૨ વાર સંબોધન કર્યું હતું.

Related posts

જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કોંગ્રેસમાં જોડાવાનું કારણ જણાવતા જાણો શું કહ્યું ?

saveragujarat

અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે ત્રિશુળીયો ઘાટમાં ભારે આકર્ષણ

saveragujarat

જન્માષ્ટમીના પવિત્ર પર્વ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે

saveragujarat

Leave a Comment