Savera Gujarat
Other

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બરવાળા અને ધંધૂકામાં માદક દ્રવ્યોના કારણે અસરગ્રસ્ત દર્દીઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૬
હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરીને અસરગ્રસ્ત તમામ દર્દીઓને સઘન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા તાકીદ હાથ ધરી.અસરગ્રસ્ત થયેલ તમામ દર્દીઓ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે.શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બરવાળા અને ધંધૂકામાં માદક દ્રવ્યોના કારણે અસરગ્રસ્ત થયેલ અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇને આરોગ્ય પૃચ્છા કરી હતી. બંને મંત્રીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ તેમની પ્રવર્તમાન સ્વાસ્થય સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમગ્ર મુલાકાતમાં મંત્રી  ઓ દ્વારા દાખલ દર્દીઓને માનસિક સધિયારો આપવામાં આવ્યો હતો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલ તંત્રને દર્દીઓની સારવારને સધન બનાવીને જરૂરી તમામ સગવડો ઉપલબ્ધ કરાવવા માટે તાકીદ હાથ ધરી હતી.માદક દ્રવ્યોના સેવનના પરિણામે શરીરમાં થયેલ અસરોને ત્વરીત નિકાલ કરવા માટે ડાયાલિસીસ મશીન હેઠળ સારવાર માટેની પણ મંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ઓ દ્વારા હોસ્પિટલમા સારવાર હેઠળના તમામ દર્દીઓને સરકાર તેમની પડખે ઉભી હોવાનું જણાવી તેમને ચિંતા ના કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી. તમામ દર્દીઓને હોસ્પિટલ તંત્ર દ્વારા અસરકારક અને સંતોષકારક સારવાર આપવામાં આવી રહી છે. હાલ તમામ દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

Related posts

ઓસ્ટ્રે્‌લિયાના વિશ્વ વિજેતા કેપ્ટન આરોન ફિંચે લીધો સંન્યાસ

saveragujarat

મકરબાના બ્લૂ લગૂન પાર્ટી પ્લોટનો ૬.૪૬ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી

saveragujarat

મહાજીત બાદ પીએમ મોદીએ જનતાને સંબોધન કર્યું , મોટા સપનાની સાથે દેશને આગળ વધારવો છેઃપ્રધાનમંત્રી

saveragujarat

Leave a Comment