Savera Gujarat
Other

વિધાનસભા સત્રની શરૂઆત થતાજ કોંગ્રેસે હોબાળો ચાલું કર્યો, ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં જેવા વાકપ્રયોગોથી વિરોધ વંટોળ ઉભો થયો

ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં જેવા વાકપ્રયોગોથી વિરોધ

સવેરા ગુજરાત:-   રાજ્યપાલના પ્રવચનમાં જ વિપક્ષનો વિરોધ થયો હતો. વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને ગૃહ મંત્રી રાજીનામુ આપે તેવી વિપક્ષની માંગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઈને ઉભા થઇ ગયા. રાજ્યપાલના પ્રવચન વચ્ચે જ વિપક્ષનો ગૃહમાં હોબાળો. કોંગ્રેસ પક્ષના વિધાનસભામા નારા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ, ગોવિદ પટેલના લેટર બૉમ્બ બાદ વિપક્ષે ગોવિદભાઈને વખાણ્યા.

 

ગુજરાતમાં વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં…’ કોંગ્રેસના ધારાસભ્યોએ ગોવિંદ પટેલના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ગોવિંદભાઇને અભિનંદન ભાઈ અભિનંદન.ગોવિદભાઈને અભિનંદનના નારાઓ વિપક્ષ દ્વારા લાગવાવામાં આવ્યા. ભાજપ તારા રાજમા ડ્રગ્સ માફિયા મોજમા. નારા કોંગ્રેસ દ્વારા લગાવાયા. રાજ્યપાલે પોતાનું ભાષણ ટૂંકાવ્યું. રાજ્યપાલ ગૃહથી રવાના થયા.

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ. અમદાવાદની બંધ ટેક્સટાઈલ મિલો અંગે દેખાવ. ખેડાવાલા એપ્રન પોસ્ટર્સ સાથે વિધાનસભા પહોંચ્યા. અમદાવાદમાં 6 મહિનામાં ત્રણ હજાર ટેક્સટાઈલ યુનિટો બંધ થયા હોવાનો દાવો. ટેક્સટાઈલ ફેકટરીઓ બંધ થવા અંગે ઇમરાન ખેડાવાલાનું નિવેદન .

નોકરિયાત વર્ગ માટે સારુ બજેટ હશે – નાણામંત્રી
આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે, ત્યારે ગુજરાતના બજેટ અંગે બોલ્યા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. તમામ વર્ગને ઘ્યાનમાં રાખનારું બજેટ હશે. માછીમારો, આદિવાસીઓને ધ્યાને રાખીને બજેટ આવશે. નોકરિયાત વર્ગ માટે બજેટ સારું હશે. નવી યોજનાઓ અને વધારા સાથેનું બજેટ હશે.

 

Related posts

ઉ.ગુ.ના લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલતા માણસાના એજન્ટને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ

saveragujarat

યાત્રાધામ અંબાજી-ગબ્બર ખાતે લીલી પરિક્રમાની જેમ ૫૧ શક્તિપીઠ પરિક્રમા યોજાશે.

saveragujarat

સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે

saveragujarat

Leave a Comment