Savera Gujarat
Other

અમદાવાદ જિલ્લાના પીરાણાના પ્રેરણાપીઠ ખાતે વિકાસ કાર્યોનુ કરાયુ લોકાર્પણ .

અમદાવાદ જિલ્લાના પીરાણા ખાતે વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિ

સવેરા ગુજરાત અમદાવાદ:-  રાજ્યકક્ષાના માર્ગ મકાન મંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ લોકાર્પણ સમારોહમાં સહભાગી થયા
“ટીમ ભુપેન્દ્રભાઈ” ના નેતૃત્વમાં સખત પુરુષાર્થ થકી જનતાના સપના સાકાર કરીશું : આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ
સોમનાથનો જિર્ણોદ્ધાર કરનારા સરદાર અમારું સ્વાભિમાન ,કાશી વિશ્વનાથનો જીર્ણોદ્ધાર કરનારા નરેન્દ્ર ભાઈ અમારું અભિમાન : માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી
• કમોડ- પીરાણા માર્ગ – રૂ. 18 કરોડના ખર્ચે 10 મીટરથી ફોર લેન માટેની કામગીરી યુદ્ધના ધોરણે
• પીરાણા પાલડી કાનકજ માર્ગ- અમદાવાદ ધોળકા હાઈવેથી પ્રેરણાપીઠને જોડતા 4 કિલોમીટરથી વધુ લંબાઈના ગ્રામ્ય માર્ગનું રૂ. 100 લાખના ખર્ચે રિસરફેસિંગ
• પાલડીના લાટથી પીરાણા માર્ગ – પરાના ખેડૂતોને કમોડ-પીરાણા માર્ગ સાથે જોડતા કુલ1.20 કિલોમીટર લંબાઈના ગ્રામ્ય માર્ગનું રૂ. 25 લાખના ખર્ચે રિસરફેસિંગ
• પીરાણા ખાતેના ગુરુકુળ વિદ્યાવિહાર તેમ જ પીરાણા પ્રેરણાપીઠ મંદિર પરિસરમાં વિકાસકાર્યો -કુલ. રુ. 186 લાખથી વધુ ખર્ચે
• માર્ગ-મકાન દ્વારા સીધી નિમણૂંકથી ભરતીથી થયેલા 102 અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) અને 11 અધિક મદદનીશ ઈજનેર(વિદ્યુત)ને નિમણૂંકપત્ર.

અમદાવાદ જિલ્લાના પીરાણાના પ્રેરણાપીઠ ખાતે વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે જનસમૂહને સંબોધતા રાજ્યના આરોગ્યમંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારીમંત્રી  ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે “ટીમ ભૂપેન્દ્રભાઈ” ના નેતૃત્વમાં અમે સખત પરિશ્રમ થકી ગુજરાતની જનતાના સપનાઓ સાકાર કરીશું  ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, આ સરકાર જનતાની સેવામાં સમર્પિત છે અને તે વિકાસકાર્યો માટે ખર્ચાતી પાઈ – પાઈ નો લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છે.
આરોગ્યમંત્રીએ ગુજરાતના વિકાસના રોલ મોડલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારે આપણે દેશના અન્ય રાજ્યોમાં જઈએ છીએ ત્યારે તેના બિસ્માર રસ્તાઓ જોઈને આપણને લાગે છે કે ગુજરાત એ ભારતનું અમેરિકા છે.  ઋષિકેશભાઈ એ પ્રધાનમંત્રીશ્રીની મહત્વાકાંક્ષી યોજના “આયુષ્યમાન આપ કે દ્વાર” યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રૂપિયા પાંચ લાખનું વીમા કવચ પુરુ પાડતું આયુષ્યમાન કાર્ડ અને દેશના દરેક ઘર સુધી નળની પ્રધાનમંત્રીની સંકલ્પના સાકાર કરવા માટે સતત પરિશ્રમ કરી રહ્યા છીએ.
આ અવસરે ઉપસ્થિત માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કરનારા સરદાર સાહેબ અમારુ સ્વાભિમાન છે, જ્યારે કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરનારા નરેન્દ્રભાઈ અમારું અભિમાન છે.આ પ્રસંગે મંત્રીએ રાજ્યમાં યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસોની વિસ્તૃત રૂપરેખા પણ આપી હતી.તેમણે આ અવસરે રાજ્યમાં 18 એરસ્ટ્રીપ અને 6 હેલિપોર્ટ વિકસાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે, યાત્રાધામો એ પ્રજાજીવનના પ્રાણ સમાન છે અને તેના વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ. તેમણે આ અવસરે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે જો આપણે ધાર્મિક શક્તિનું રાષ્ટ્ર શક્તિમા રૂપાંતર કરીશું તો, ભારત સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કરશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, પીરાણા પ્રેરણાપીઠના શ્રી જ્ઞાનેશ્વરદાસજી, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા પંચાયત ભાજપના ઉપપ્રમુખશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના પીરાણા ખાતે લોકાર્પણ કરાયેલા વિકાસકાર્યોની ઝલક
કમોડ- પીરાણા માર્ગ – રૂ. 18 કરોડના ખર્ચે 10 મીટરથી ફોર લેન માટેની કામગીરી યુદ્ધના ધોરણે. માત્ર એક મહિનામાં જ કામગીરી પૂર્ણ. ભગવાન નિષ્કલંકી નારાયણના દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સુવિધા વધશે. આસપાસના પીરાણા,નાઝ, ગિરમથા, મિરોલી, ટીમ્બા, વસઈ સહિતના ગામોના વિકાસને વેગ. પીરાણા પાલડી કાનકજ માર્ગ- અમદાવાદ ધોળકા હાઈવેથી પ્રેરણાપીઠને જોડતા 4 કિલોમીટરથી વધુ લંબાઈના ગ્રામ્ય માર્ગનું રૂ. 100 લાખના ખર્ચે રિસરફેસિંગ પાલડીના લાટથી પીરાણા માર્ગ – પરાના ખેડૂતોને કમોડ-પીરાણા માર્ગ સાથે જોડતા કુલ1.20 કિલોમીટર લંબાઈના ગ્રામ્ય માર્ગનું રૂ. 25 લાખના ખર્ચે રિસરફેસિંગ પીરાણા ખાતેના ગુરુકુળ વિદ્યાવિહાર ખાતે હોસ્ટેલ કેમ્પસ ખાતે પેવર બ્લોકની કામગીરી, આંતરિક રસ્તાઓ, પીરાણા તળવાથી ગુરુકુળ વિદ્યાવિહારને જોડતો નવીન માર્ગ, પીરાણા પ્રેરણાપીઠ મંદિર પરિસર ખાતે પેવર બ્લોક સહિતનું કામ- કુલ. રુ. 186 લાખથી વધુ ખર્ચે  માર્ગ-મકાન દ્વારા સીધી નિમણૂંકથી ભરતીથી થયેલા 102 અધિક મદદનીશ ઈજનેર(સિવિલ) અને 11 અધિક મદદનીશ ઈજનેર(વિદ્યુત)ને નિમણૂંકપત્ર.

Related posts

અરવલ્લીઃઅમદાવાદ શહેરમાંથી ત્રણ રિક્ષાની ચોરી કરનાર ધનસુરાના બે ચોર મુદ્દામાલ સહિત ગીરફ્તાર.

saveragujarat

ડીસાનાં બાઈવાડા ગામમાં જમીનની તકરારમા બે લોકોની હત્યા , જ્યારે કે, ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોચી છે.

saveragujarat

મહિલાઓની ભાગીદારીથી વિજ્ઞાનને સશક્ત બનાવવું જાેઈએઃ મોદી

saveragujarat

Leave a Comment