Savera Gujarat
Other

અરવલ્લીઃઅમદાવાદ શહેરમાંથી ત્રણ રિક્ષાની ચોરી કરનાર ધનસુરાના બે ચોર મુદ્દામાલ સહિત ગીરફ્તાર.

સવેરા ગુજરાત:-  રિક્ષાઓ ચોરનાર ધનસુરાના બે અઠંગ ચોરોને ધનસુરા પોલીસે દબોચ્યાહોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અરવલ્લી જીલ્લાના ધનસુરાના બે શાતિર ચોર વિરુદ્ધ અગાઉ ધનસુરા પોલીસમાં ગુના નોંધાયા હતા.અરવલ્લી જીલ્લાના ધનસુરાના બે અઠંગ ચોરોએ અમદાવાદના નિકોલ, શહેરકોટડા અને ગાયકવાડ હવેલી પોલીસ મથક વિસ્તારમાંથી સમયાંતરે ત્રણ સી એન જી રિક્ષાઓ ચોરી કરી અને ધનસુરાના બે ચોર ધનસુરા તરફ આવી રહ્યાની બાતમી આધારે ધનસુરા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.એસ.આઈ ડી ડી રાઠોડ અને પોલીસ સ્ટાફે ધનસુરા ચાર રસ્તા પાસે ચેકીંગમાં ઉભા હતા તે દરમિયાન એક શંકાસ્પદ રિક્ષા આવી પહોંચતાં તેને રોકી પુછપરછ કરતા રિક્ષા ચાલકનો જવાબ શંકાસ્પદ જણાતા પોલીસે પોતાની વિષેશ આવડતથી વાતચીત કરતાં રિક્ષા ચાલકે રિક્ષા ચોરી કરી હોવાનું જણાવા મળું હતું. અને બાકીની બે રિક્ષાઓ ધનસુરાના શક્તિનગર વિસ્તારમાં અવાવરું જગ્યામાં છુપાવી હતી તે પણ પોલીસે કબજે કરી રીક્ષામાં સવાર બંને ચોર મનિષ પ્રવિણ વાળંદ અને વિક્રમ દિલીપ રાવળ બંને રહે શક્તિનગર ધનસુરાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. અરવલ્લી.

Related posts

પ્રેમિકાની સામે બે શખ્સોએ પ્રેમીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

saveragujarat

મુલાકાતીઓથી કંટાળી ગયો ઋષભ પંતનો પરિવાર

saveragujarat

અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત આગામી તારીખ ૮ એપ્રિલ-૨૦૨૨ ના રોજ પરિક્રમાનો પ્રારંભ થશે

saveragujarat

Leave a Comment