Savera Gujarat
Other

ડીસાનાં બાઈવાડા ગામમાં જમીનની તકરારમા બે લોકોની હત્યા , જ્યારે કે, ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોચી છે.

સવેરા ગુજરાત/બનાસકાંઠા :બનાસકાંઠાના બાઈવાડા ગામમાં જમીનની તકરારમાં સર્જાયેલી હિંસક અથડામણમાં બે લોકોની કરપીણ હત્યા કરાઈ છે. અને, ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે સારવાર અર્થે ખસેડાયા છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી એક મુખ્ય તેમજ અન્ય શંકાસ્પદ સહિત બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

‘જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું’ આખરે એવુ જ થયું... જમીનના તકરારમાં ડીસામા થઈ બે લોકોની હત્યા

જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું:- આ એક જૂની કહેવત છે અને આ કહેવત બનાસકાંઠા જિલ્લાના બાઈવાડા ગામમાં સાર્થક થઈ છે. બાઈવાડા ગામમાં જમીન બાબતે સર્જાયેલી તકરારમાં બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાસેડાયા છે. બાઈવાડા ગામમાં રહેતા નગાભાઈ માજીરાણાના પરિવારને તેમના જ ગામના મહેશભાઇ માજીરાણાના પરિવાર વચ્ચે વાડાની જમીન બાબતે લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. જોકે બે દિવસ અગાઉ બંન્ને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ, પરંતુ  મામલો શાંત પડી ગયો હતો. પરંતુ સોમવારે મહેશભાઈ ઉર્ફે માનાભાઈ માજીરાણા તેમના પત્ની અંતરિબેન માજીરાણા અને પૌત્ર મહાવીર ગામમાં મંદિરે દર્શનાર્થે ગયા હતા. જે દરમ્યાન હત્યારાઓએ છરી જેવા તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

यूपी के पंचायत चुनाव में जारी खूनी खेल, हुई गोलियों की बारिश, जमकर बरसे  लाठी-डंडे

ખેતર વચ્ચે ખેલાયો ખુની ખેલ:-હત્યારાઓ સીધા ખેતરમાં પહોંચ્યા અને ખેતરમાં રહેલા ચેલાભાઈ મહેશભાઈ ઉર્ફે માનાભાઈ માજીરાણા અને તેમના પત્ની શારદાબેન માજીરાણાને પણ પેટના ભાગે તેમજ પીઠના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર થઇ ગયાં હતાં. જોકે જમીન મામલે ખેલાયેલા ખૂની ખેલને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અને ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે ખુંખાર ખુની ની અટ્કાયત કરી આગળ ની પ્રક્રીયા હાથ ધરી:-સમગ્ર ઘટના મામલે ડીસા પોલીસને જાણ કરાતા પોલીસ સહિત 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.અને સમગ્ર મામલે હત્યાનો ભોગ બનેલા પરિવાર દ્વારા હરજી માજીરાણા, ભેમજી માજીરાણા, ભરત માજીરાણા અને નગાજી માજીરાણાએ ચપ્પા વડે હુમલો કરી હુમલામાં મહેશભાઇના પુત્ર ચેલજી માજીરાણા અને તેમની પુત્રવધૂ શારદા માજીરાણાની હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ ભેમજી નગાભાઈ માજીરાણા સહિત એકની અટકાયત કરી લીધી છે. જોકે આ સમગ્ર મામલામાં આરોપી હરજી માજીરાણા આર્મીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સુરત શહેર ગુનાખોરીમાં નંબર વન,મહેસાણા પ્રથમ હરોળમાં રહ્યું

saveragujarat

ઈમરાન ખાનની અથવા તો મારી હત્યા થશે : રાણા સનાઉલ્લાહ

saveragujarat

બળજબરીથી કોઈનું રસીકરણ નહીં: સુપ્રીમમાં સરકારની સ્પષ્ટતા

saveragujarat

Leave a Comment