Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાનો પ્રારંભ કર્યો.

 

સવેરા ગુજરાત  અમદાવાદ 27

અમદાવાદ/દ્વારકા/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી આજે મોગલ ધામ મંદિરમાં માં મોગલના દર્શન કરવા પહોંચ્યા હતા. નવા વર્ષમાં આજથી આમ આદમી પાર્ટીની ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રાની શરૂઆત થઇ છે. આ યાત્રાનું નેતૃત્વ ઈસુદાન ગઢવી કરવાના છે. તેથી આ યાત્રાના માધ્યમથી લોકોનો સાથ સહકાર આમ આદમી પાર્ટીને મળે તે માટે ઈસુદાન ગઢવી માં મોગલના આશીર્વાદ લેવા માટે મોગલ ધામ પહોંચ્યા હતા. ઈસુદાન ગઢવીએ દેશવાસીઓના વિકાસ, સુખ, સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. સાથે સાથે ઈસુદાન ગઢવીએ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતી સાથેની સરકાર બનાવવાની પણ પ્રાર્થના કરી હતી. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને ‘આપ’ પદયાત્રા, રોડ શો, ડોર ટુ ડોર કેમ્પેઇનથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આજે એમાં વધુ એક યાત્રાનો સમાવેશ થયો છે. આ યાત્રા સૌરાષ્ટ્ર્ અને ઉત્તર ગુજરાતમાં ફરવાની છે. સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતની અંદાજીત 60 જેટલી વિધાનસભાની અંદર આ યાત્રા ફરવાની છે.

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી દ્વારકાના સુરજકરાડીએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા. ઈસુદાન ગઢવીની આગેવાની હેઠળ સુરજકરાડીમાં ભવ્ય તિરંગા યાત્રા આરંભ થઇ. જે પ્રમાણે પરિવર્તનના પંથ પર ગુજરાતની જનતા આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીને એક શ્રેષ્ઠ વિકલ્પ રૂપે પસંદ કરી રહી છે તે સમર્થન દર્શાવા દ્વારકાના સ્થાનિક લોકોએ પણ આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દ્વારકાના નગરજનો સાથે હજારો લોકોની સંખ્યામાં તિરંગા યાત્રા સુરજકરાડીમાં આગળ વધી અને ત્યાં તિરંગાયાત્રા દરમિયાન ઈસુદાન ગઢવીએ લોકોને સકારત્મક ઉર્જાથી સંબોધિત કરીને પરિવર્તન તરફ પ્રેરિત કર્યા.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાટીયા ગામ ખાતે એક મિલન સમારોહ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાટીયા ગામના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા, તેમની સાથે પણ ઇસુદાન ગઢવીએ મુલાકાત કરી. આ મિલન સમારોહ દરમિયાન ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓને તથા ગ્રામજનોને સંબોધીને કહ્યું કે હવે ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, તો સૌથી મોટી જવાબદારી કાર્યકર્તાઓના ખભા પર છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જેટલી ક્ષમતા છે એટલી ક્ષમતા દેશની કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓમાં નથી. આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ઘરે ઘરે પહોંચી ગઈ છે. તેનો સૌથી મોટો શ્રેય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી દીધી છે અને સાથે સાથે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હીમાં જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તેના વિશેની માહિતી પણ ગુજરાતના ઘરે ઘરે પહોંચાડી દીધી છે અને એટલા માટે જ આજે આખા ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી પર જ ભરોસો કરી રહ્યા છે કારણકે બીજી બધી પાર્ટીઓએ અત્યાર સુધી લોકોને ફક્ત છેતરવાનું જ કામ કર્યું હતું. તો હવે ફક્ત એક મહિનો બચ્યો છે, તો એક મહિનામાં કાર્યકર્તાઓની સાથે સાથે ગુજરાતના તમામ લોકોએ પણ આમ આદમી પાર્ટીના પ્રચારમાં ઉતરવું પડશે અને ગુજરાતમાં પરિવર્તનની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવવી પડશે. મને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જી-જાન લગાવીને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય અપાવીને જ રહેશે અને આ વિજય ફક્ત પાર્ટીનો નહીં પરંતુ દરેકે દરેક કાર્યકર્તા અને ગુજરાતના લોકોનો વિજય હશે.

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ રાજકોટ શહેરથી આમ આદમી પાર્ટીની ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ની શરૂઆત કરી હતી. આ કેમ્પેન અંતર્ગત આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરે ઘરે જઈને આ ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું હતું. આ કેમ્પેનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી હતી. આમ આદમી પાર્ટીના આ કેમ્પેઈનને સમગ્ર ગુજરાતના લોકોએ ખૂબ જ સારું સમર્થન આપીને એ સ્પષ્ટ કરી દીધું છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની રહેશે.

8 ડિસેમ્બરે પરિણામ છે, 15 ડિસેમ્બરથી સરકાર બનશે અને 31 ડિસેમ્બરથી તમામ સરકારી કચેરીઓમાં ઝીરો ભ્રષ્ટાચાર થઈ જશે. કોઈપણ અધિકારી કે કર્મચારી તમારી પાસે નાણાં માંગે તો તમે મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો. બીજા દિવસનો સૂરજ ઉગશે અને એ અધિકારી જેલમાં હશે. આ વ્યવસ્થા પંજાબમાં લાગુ કરી દીધી છે, આમ આદમી પાર્ટી વાળા એમનેમ વાતો નથી કરતા. અમને ખબર છે કે રાત દિવસ કામ કરીને પેટે પાટા બાંધીને તમે તમારા દીકરા દીકરીઓને ભણાવતા હશો, એટલે જ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફેબ્રુઆરીથી પ્રક્રિયા શરૂ થઈ જશે અને નવેમ્બર સુધી એક પણ પેપર ફૂટ્યા વગર તમામ સરકારી કર્મચારીઓની ખાલી જગ્યા ભરી લેવામાં આવશે. 1 માર્ચથી તમારા ઘરે જે વીજળીના બિલ આવે છે તે વીજળીના બિલ શૂન્ય થઈ જશે તેની જવાબદારી અમારી છે.

લોકો કહે છે કે અમે મફતમાં આપીએ છીએ પણ તે મફત નથી. જનતા જે ટેક્સ ભરે છે, આ તેનું જ વળતર છે. સવારે ઊઠીને બ્રશ કરવાથી લઈને રાત્રે પંખો ચાલુ કરીને ઊંઘવા સુધી આપણે ટેક્સ ભરતા રહીએ છીએ, એટલે જ અમે જનતાને સુવિધા આપવાની ગેરંટી આપીએ છીએ. 18 વર્ષથી વધુ ઉંમરવાળી દરેક મહિલાને તેમના એકાઉન્ટમાં ₹1,000 સન્માન રાશિ આપવામાં આવશે. તમામ પ્રકારના સરકારી દસ્તાવેજો ના કામ માટે તમારે સરકારી કચેરીએ જવું નહી પડે. આ વ્યવસ્થા દિલ્હીમાં પણ છે અને પંજાબમાં પણ છે, જે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે કે સરકારી અધિકારી તમારા ઘરે આવીને તમારું કામ કરી જાય. તમારા બાળકને સારું શિક્ષણ તમારા પોતાના ગામડે મળે ને તેવી વ્યવસ્થા આપણે કરવાની છે એટલે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ ખોલવામાં આવશે. નારાયણ કરે એવું ન થાય પરંતુ જો કોઈને પણ કંઈ મોટી બીમારી થઈ તો તેનો ઈલાજ મફત કરી આપવામાં આવશે અને ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે.

 

Related posts

સિદ્ધાંતકપુરે ડ્રગ્સ લીધુ હતુ: મેડીકલ રીપોર્ટમાં કન્ફર્મ થયુ

saveragujarat

ડાકોર, શામળાજી, દ્વારકા યાત્રાધામ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા

saveragujarat

લખનૌને હરાવી ચેન્નઈએ પ્રથમ જીતનું ખાતું ખોલાવ્યું

saveragujarat

Leave a Comment