Savera Gujarat
Other

ગાંધીનગરમાં સંત રોહીદાસજીની ૬૪૫મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંત રોહિદાસની ૬૪પમી જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમાજ એક બની વિકાસ રાહે એક સાથે આગળ વધે તે રાજ્ય સરકારની કટિબદ્ધતા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઇ પણ સમાજના બહુઆયામી વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકાર શિક્ષણ જેવી પાયાની સુવિધા હરેક સમાજવર્ગોને પહોચાડવા તેમની પડખે છે. શિક્ષણ થકી જ સમાજ સમાજ વચ્ચેનું અંતર ઘટશે અને એક સમરસ રાષ્ટ્રની વિભાવના સાકાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સંત  રોહીદાસજીએ દરેક સમાજ એક થાય અને કુરિવાજોમાંથી બહાર આવે તે માટે અથાક પ્રયત્નો કર્યા છે. આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના મંત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ માં પણ સંત  રોહીદાસજીના વિચારોનું પ્રતિબિંબ પડે છે તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

સૌ સમાજ એક બની વિકાસ રાહે એક સાથે આગળ વધે તે માટે
રાજ્ય સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી  આત્મારામભાઈ પરમાર, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ધારા સભ્ય  સી.જે.ચાવડા અને સંત  રોહીદાસ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

હોળીના રંગોત્સવ પર્વમાં શ્રી પુરુષોતમ પ્રિયદાસજી મહારાજનો ૬૦મો દિક્ષા મહોત્સવ ઉજવાયો

saveragujarat

ભૂમંડળ સ્થિત તીર્થત્તોમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પ્રથમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૨ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટે ગતિ પકડી

saveragujarat

Leave a Comment