Savera Gujarat
Other

કોંગ્રેસના પંજાને બાય બાય કરતા અને કેસરીયો ધારણ કરતા બે દિગ્ગ્જો

સવેરા ગુજરાત/ગાંધીનર:-  જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓની પાર્ટી બદલવાની પ્રક્રીયાએ વેગ પક્ડ્યો છે.ત્યારે આજે ફરી કોંગ્રેસના બે કદાવર નેતાએ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે . અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશભાઇ શર્મા અને સાબરકાંઠા (મોડાસા)ના પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નારણભાઇ પટેલ તેમના સમર્થકો સાથે આજે પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે બી.જે.પી.મા જોડાયા છે તેમજ કોંગ્રેસ પર પ્રહારો કરતા સી.આર.પાટીલે જણાવ્યું હતૂ કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી તેમના આગેવાનો પર વિશ્વાસ નથી,કોંગ્રેસની કંગાળ સ્થિતિ છે કે પાર્ટી પાસે 25 કાર્યકરોની પણ અછત એવી છે કે જેઓ નિષ્ઠાથી કામ કરી શકે .તેમજ દિનેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે રાજયમાં આવનાર વિઘાનસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  જે રીતે માઇક્રોપ્લાનીંગ કર્યુ છે, જે રીતે રાજયમાં વિકાસના કામો કરી ગુજરાતની જનતાનો વિશ્વાસ મેળવ્યો છે તે જોતા લાગે છે આ વખતે 182 બેઠકો ભાજપ જીતશે.

 

 

આ કાર્યક્રમમાં  સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે,  દિનેશભાઇ શર્મા અને નારણભાઇ પટેલ ભાજપમાં જોડાયા છે. કોઇ પણ રાજકીય પાર્ટીના કાર્યકરો હોય તેમને જનતાની સેવા કરવાની ઇચ્છા હોય છે. પરતું જો પાર્ટીના નેતાઓમાં દાનત ન હોય , સેવાકીય પ્રવૃતિ કરવામાં રસ નો હોય તેવી પાર્ટી જલ્દી તૂટે છે.કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી તેમના આગેવાનો પર વિશ્વાસ નથી.કોંગ્રેસ ની કંગાળ સ્થિતિ છે કે પાર્ટી પાસે 25 કાર્યકરોની પણ અછત છે કે જેઓ નિષ્ઠાથી કામ કરી શકે. આજે ભાજપમાં જે કાર્યકરો જોડાયા છે તેમને પાર્ટી કામ કરવાની તક આપશે. ભાજપમાં ગુજરાતની જનતાની સેવા કરવા વાળા આગેવાનો છે, ગુજરાત રાજયને કેવી રીતે વિકાસમાં આગળ લઇ જવું તેની ચિંતા કરતા હોય છે. ગુજરાતના ભાજપના કાર્યકરોએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. કોરોના હોય કે રાજયમાં કોઇ પણ કપરી સ્થિતિ હોય તે સમયે ભાજપના કાર્યકરો ખંભેથી ખંભો મીલાવી કામ કરે છે. ભાજપે લોકોનો વિશ્વાસ જીત્યો છે. આવો આપણે સૌ સાથે મળી ગુજરાતના વિકાસમાટે પ્રમાણીકતાથી પ્રયત્ન કરીએ.

Related posts

મોદીએ ધારણ કરી સી.આર પાટીલ દ્વારા તૈયાર કરાયેલ ભગવા ટોપી

saveragujarat

૧૭ ડિસેમ્બરથી પહેલી સુધી સુપ્રીમ કોર્ટમાં શિયાળું વેકેશન

saveragujarat

યાત્રાધામ અંબાજી ખાતે ભાજપ ના જીતેલા ઉમેદવાર અનિકેતભાઈ ઠાકર અને હાર્દિક પટેલ મંદિરે માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા

saveragujarat

Leave a Comment