Savera Gujarat
Other

100 વર્ષથી વધુ જૂની મસ્જીદોના ગુપ્ત સર્વે માટે સુપ્રીમમાં રીટ

સવેરા ગુજરાત/ નવી દિલ્હી  તા.28
હાલ ચાલી રહેલી જ્ઞાનવાપી મસ્જીદ તથા તાજમહાલ, કુટુંબ મિનાર સહિતના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પરથી દેશમાં 100 વર્ષ જૂની તમામ મસ્જીદો જયાં તળાવ અને કૂવા ઉપરાંત હિન્દુ ધર્મ સ્થાનમાં જોવા મળતા પ્રાચીન સંકેતો હોય તેનો માર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા મારફત ગુપ્ત સર્વે કરાવવાની માંગ થઈ છે.
ઉપરાંત હાલ આ પ્રકારની 100 વર્ષ જૂની મસ્જીદોમાં જયાં નમાઝ બાદ વઝૂ (નમાઝ પુર્વે હાથ, પગ ધોવા વિ.ના ઈસ્લામીક પરંપરા મુજબની પ્રક્રિયા) માટે જે રીતે મસ્જીદ અંદર રહેલા પૌરાણીક કૂવા કે નાના તળાવ જેવી વ્યવસ્થાનો ઉપયોગ થાય છે. તેના પર હાલ પ્રતિબંધ મુકીને આ પ્રકારની પ્રક્રિયા માટે અલગથી નળ કે અન્ય રીતે પાણીની સુવિધાનો ઉપયોગ કરવાનો આદેશ આપવા માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં થવાની રીટમાં ગુપ્ત અને સર્વોચ્ચ અદાલતના મોનેટરીંગ હેઠળ માર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા મારફત આ સર્વે કરાવવાની માંગમાં દર્શાવ્યું છે કે જમાત કોઈ કોમી વિવાદ કે તનાવ ટાળવા આ જરૂરી છે.
ઋષી મિશ્રા મારફત આ અરજી કરવામાં આવી છે. જેમાં દેશના પ્રાચીન સમયના ગ્રંથો તથા અન્ય સાહિત્યનો ઉલ્લેખ કરીને પુરાવા રજુ કરીને દેશમાં આ પ્રકારના ધર્મસ્થાનો એક સમયે હિન્દુ, શિવ, જૈન વિ. સંસ્કૃતિનો ભાગ હતા તે પ્રસ્થાપીત કરવાનો પ્રયાસ થાય છે. હાલમાં જ વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદમાં જે રીતે સર્વે થયો
તેમાં આ મસ્જીદ જે કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં જ આવેલી છે. તેમાં અનેક હિન્દુ સંસ્કૃતિની સાથે અને ધર્મ સાથે જોડાયેલા અનેક પ્રતિકો મળ્યા છે તથા શિવલીંગ પણ હોવાનું જણાવાયુ છે તથા અહી પ્રાચીન સમયનું શૃંગાર ગૌરી મંદિર કે જયાં 1992 સુધી પૂજા અર્ચના થતી હતી તે તમામ મુદાઓ પરથી જ્ઞાન વાપી મસ્જીદ એ બાબરી મસ્જીદની માફક હિન્દુ ધર્મસ્થાન તોડીને તેના ઉપર નિર્મિત કરાઈ હોવાનો દાવો થયો છે.

Related posts

“આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણીના ભાગ રૂપે PM WANI પર વેબિનારનું આયોજન કરાયું હતું.

saveragujarat

ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે

saveragujarat

યુપીથી ડ્રગ્સ લાવીને છૂટક વેચાણ કરવા જતા બે પકડાયા

saveragujarat

Leave a Comment