Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

યાત્રાધામ અંબાજી ખાતે ભાજપ ના જીતેલા ઉમેદવાર અનિકેતભાઈ ઠાકર અને હાર્દિક પટેલ મંદિરે માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા

સવેરા ગુજરાત અંબાજી તા.09

 

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે જીતેલા ઉમેદવાર જેમને 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમા ભાજપને પ્રચંડ બહુમત મળી છે ઇતિહાસમાં સૌથી પ્રથમ વાર ગુજરાતમાં ભાજપને 156 બેઠકો મળી છે ત્યારે તમામ ઉમેદવારોએ વિજય થતા દેવી-દેવતાઓ ના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને પાલનપુર બેઠકના ઉમેદવાર અનિકેત ઠાકર વિજય થતા આજ રોજ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે માતાજી ના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા

અંબાજી 51 શક્તિપીઠ સર્કલ ખાતે અંબાજી ભાજપ મંડળ દ્વારા તેમને સાફો પહેરાવીને અને ઢોલ નગારાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંબાજી મંદિર ખાતે તેમણે સૌપ્રથમ સિદ્ધિવિનાયક ગણપતિ દાદા ના આશીર્વાદ લઈ માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના જોડે રક્ષા કવચ પણ બંધાવ્યો હતો અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શને આવેલા ઉમેદવારોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજી શહેર ભાજપ મંડળના કાર્યકર્તાઓ દ્વારા જીતેલા ઉમેદવારો ની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી હાર્દિક પટેલે અને અનિકેતભાઈ ઠાકરે તેમને મળેલી જીત ના લીધે મતદારોનો આભાર માન્યો હતો અને તેમને જણાવ્યું હતું કે અમારા મત વિસ્તારની જનતાએ અમને જે જવાબદારી સોંપી છે તેને અમારી જવાબદારી સમજીને નિભાવી શું અને ગુજરાતના વિકાસને વેગ આપીશું અને ગુજરાતની જનતાની સુખાકારી માટે મા અંબા ને પ્રાર્થના કરી હતી

અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Related posts

શાકભાજીના ભાવ બાદ હવે ચોખાના ભાવ વધવા શક્યતા

saveragujarat

નોકરી માટેના ઈન્ટરવ્યુમાં સૌથી વધારે પૂછવામાં આવે છે 6 પ્રકારના સવાલ, જો આ રીતે જવાબ આપશો તો નોકરી પાક્કી…

saveragujarat

ONGCના સ્ટોલમાં વિવિધ વાહનોમાં વપરાતા ઇંધણની પ્રક્રિયાની સમજ મુલાકાતીઓ માટે રસનો વિષય બની

saveragujarat

Leave a Comment