Savera Gujarat
Other

મોડાસા APMC શેષ કૌભાડનો મામલો-કેસ રફેદફે કરવાના પ્રયાસો થયા ચાલુ.

સવેરા ગુજરાત/મોડસ:-

લ્યો બોલો, જેની રહેમ નજર હેઠળ કૌભાડ થયું તેજ સેક્રેટરીને કૌભાંડની તપાસ સોંપાઈ

ખેડૂત એકતા મંચ દ્વારા તપાસ સમિતિ રચવા માંગ કરવામાં આવી

જિલ્લાના સૌથી મોટા માર્કેટ યાર્ડ મોડાસામાં શેષ કૌભાડ સામે આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂત એકતા મંચના અગ્રણીઓ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો બાદ મોડાસા Apmc દ્વારા પણ કૌભાડ થયું હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર કૌભાંડની તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.પરંતુ Apmc સત્તાધીશોની મળેલી બોર્ડ બેઠક માં શેષ કૌભાંડના ખોટા બિલો મળ્યા હોવાનું કહી સેક્રેટરી ને તપાસ સોંપવામાં આવી છે.મહત્વની બાબત છે કે શેષ કૌભાડ માં માર્કેટ યાર્ડના કર્મચારીઓની મિલીભગત હોવાના પણ આક્ષેપ થયા છે ત્યારે જેની રહેમ નજર હેઠળ સમગ્ર કૌભાડ થયું છે તેવા સેક્રેટરી ને સમગ્ર કૌભાડ ની તપાસ સોંપી ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ખેડૂત એકતા મંચ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ તપાસ સેક્રેટરી પાસેથી લઈ લેવામાં અને તપાસ માટે નિષ્પક્ષ કમિટીની રચના કરવામાં આવે.Sit ની રચના કરવામાં આવે જેમાં ખેડૂત પક્ષના નિષ્પક્ષ ડિરેકટર,સહકારી રજિસ્ટ્રાર અને જિલ્લાના કેટલાક ખેડૂતોનો પણ સમાવેશ કરવામાં આવે અને જે પણ તપાસ કરવામાં આવે તે નિષ્પક્ષ રાખવામાં આવે.સાથેજ માર્કેટ યાર્ડમાં કેટલા જેટલા પણ વેપારી છે તેમના લાઇસન્સ વિગતો પણ ચેક કરવામાં આવે અને લાઇસન્સ વિના ચાલતી પેઢીઓ પણ તાત્કાલિક શીલ કરવામાં આવે જેથી અરવલ્લીના નિર્દોષ ખેડૂતો લૂંટાતા બચી શકે.

કૌભાંડનો સ્વીકાર પરંતુ તપાસમાં તરખટ

Apmc માં થયેલા કૌભાડ ના પડગા અરવલ્લી જીલ્લા રહિત રાજ્ય ભરમાં પડ્યા છે અને ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો છે પરંતુ ખેડૂતોને શાંત કરવા માટે માત્ર તપાસ કરવામાં આવશે અને કૌભાડ થયું છે તો સ્વીકાર કરી સમગ્ર ઘટના પર ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જો ખરેખર ખેડૂતોની સંસ્થાને પૂરી કરવાનું કાવતરું ઘડનારા સામે પગલાં લેવાના જ હોય તો પછી પછી સમગ્ર કૌભાડ જેના હાથ નીચે થયું છે તેમને જ કેમ તપાસ સોંપવામાં આવી તેને લઈ ને પણ હવે જિલ્લાના ખેડૂતોના મનમાં સવાલો થઈ રહ્યા છે.સાથેજ સમગ્ર જિલ્લામાં કૌભાંડ દબાવવામાં આવશે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે

Related posts

મોદી વિકાસની વણથંભી યાત્રા ગુજરાતને આપતા ગયા :અમિત શાહ

saveragujarat

ખોડિયારધામના આગેવાન નરેશ પટેલ કોંગ્રેસ મેં જોડાશે તો કોંગ્રેસ સરકાર ફાઇનલ :સુખરામ રાઠવા

saveragujarat

હવે રાષ્ટ્રપતિ ચૂંટણીની જંગ

saveragujarat

Leave a Comment