Savera Gujarat
Other

હવે રાષ્ટ્રપતિ ચૂંટણીની જંગ

નવી દિલ્હી: રાજયસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા જ હવે ભાજપ-એનડીએ માટે આગામી તા.18 જુલાઈના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ અને બાદની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાહ થોડી આસાન થઈ છે. ખાસ કરીને એનડીએ હવે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આવશ્યક બહુમતી માટે 20000 મતો જ દૂર છે અને આગામી દિવસોમાં તામિલનાડુમાં અન્નાડીએમકે-ઓડીસામાં બીજું જનતાદળ તથા આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ અને અપક્ષો તથા નાના પક્ષો એનડીએ સાથે આવે તો ચૂંટણી જીતવી એ એનડીએ માટે સરળ બનશે. હવે રાજયસભામાં ભાજપ પાસે 95 બેઠક છે. જો કે તેની એક બેઠક ઘટી છે. ચૂંટણી પુર્વે ભાજપની 24 બેઠકો ખાલી થઈ હતી અને તેણે અપક્ષ સહિત 23 બેઠકો પરત મેળવી છે. અગાઉ 14 બેઠકો પર ભાજપ બિનહરીફ જીત્યો હતો.

Related posts

જામનગરમાં 30 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત

saveragujarat

વિદ્યાર્થિનીની છેડતી શિક્ષકના જામીન હાઈકોર્ટે નકાર્યા

saveragujarat

ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ

saveragujarat

Leave a Comment