Savera Gujarat
Other

2022ની ચુંટણીનુ બ્યુગલ ફુકતા રાહુલ ગાંધી, દ્વારકાધિશના ધામેથી કરી શરુઆત

સવેરા ગુજરાત:-  દ્વારકામા કોંગ્રેસની ચિંતન શીબીર યોજાઈ હતી જેમા પક્ષના વરીષ્ઠ નેતાએ ગુજરાતની આગામી ચંટણીઓમા પક્ષનો ભવ્ય વિજય થશે તેવું આસ્વાશન પાઠવતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરે કેવી રીતે અને કઈ દીશામા કામગીરી કરવી અને સંગઠનને કેવીરીતે મજબુત બનાવવુ તે સંદર્ભે સુચનો કર્યા હતા વધુમા તેઓએ કહ્યું હતું કે હું ગુજરાત આવુ ત્યારે મને ખુબજ ગમે છે કેમકે કોંગ્રેસના ગુરુ અને મારા આદરણીય એવા રાષ્ટ્રપિતા મહત્મા ગાંધી પણ ગુજરાતી છે તેમજ વધુમા જણાવતા રહુલ ગાંધીએ ઉમેર્યું હતુ કે આ એ ગુજરાત છે કે જેમણે કોંગ્રેસ ને વચારધારા આપી છે.દ્વારકા ખાતે યોજાયેલી પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાધીએ પક્ષ સમક્ષ પ્રેરક પ્રવચન આપતા જણાવ્યું હતું કે , હું જયારે જયારે ગુજરાતમા આવુ છું ત્યારે મને ખૂબ ગમે છે ગુજરાતની ધરતી  , કારણ કે કોંગ્રેસને વિચારયારાજ ગુજરાતમાંથી મળી છે , મારા આદરણીય અને કોંગ્રેસના ગુરૂ ગાંધીજી ગુજરાતના હતા એટલે કોંગ્રેસ સંગઠન પણ ગુજરાતનું છે , ગુજરાતનાં યુવાનોનું છે અને ગુજરાતના શ્રમિકો અને વેપારીઓનું સંગઠન છે . તેમણે પક્ષને દોરવણી આપતા જણાવ્યું હતું કે , આપણે અત્યારે સત્ય અને અસત્ય વચ્ચેની લડાઇનો ભાગ બનીએ છીએ . સત્ય હંમેશા સરળ હોય છે પણ અસત્ય સામે લડવા નીકળીએ ત્યારે બહુ મોટી ફોજની જરૂર પડે છે .

તેમણે ગુજરાત મોડેલનો ઉલ્લેખ કરીને ભાજપની સરકાર પર ભારે જોરદાર પ્રહારો કરી આક્ષેપો કરતા જણાવ્યું હતું કે , ગુજરાત મોડેલ એ છે કે જેના કારણે ગુજરાતમાં કોર્ટેનાથી ત્રણ લાખ લોકોના મોત થયા હતા . ઓક્સિજનના સિલીન્ડર ન હતા , પુરતી પથારીઓ અને દવાઓ ન હતા , વેન્ટીલેટર ન હતા અને મેં મારી નજરે જોયું હતું કે , હોસ્પિટલની બહાર રસ્તા પર લોકો વાહનોમાં બેઠા- બેઠા મોત થયા હતા . આ છે ગુજરાતનું મોડેલ .

 

રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે , ભાજપે ગુજરાતની પ્રજાને અસીમ નુકશાન કર્યું છે એટલે આજે ગુજરાતના યુવાનો શ્રમિકો વેપારીઓ અને રાજ્યની તમામ જનતા કૉંગ્રેસ તરફ આશાભરી મીટ મોર્ડી રહ્યા છે . તેમણે લોકોમાં વિશ્રવાસ જગાવવા અને કોંગ્રેસ એમની સમસ્યાઓ હલ કરવા માટે શક્ય બધું કરી છૂટશે . એવી જનતાના મનમાં ખાતરીનું સિંચન કરવા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરગણને આહ્વાન કર્યું હતું . રાહુલ ગાંયીએ કોંગ્રેસમાંથી પક્ષાંતર કરનારા પર ગજબનાં કટાક્ષ કર્યા હતા અને સાફ – સાફ સંદેશો આપી દીધો હતો કે જે લોકોને કોંગ્રેસમાં રહીને લોકોના કામ ન કરવા હોય એ જેટલાને જવું હોય જઇ શકે છે . આવા લોકોને પેક કરીને સામેથી ભાજપને આપી દો.તેમણે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોને હિંમત સાથે આગળ વધવા સાદ આપતા જણાવ્યું હતું કે , આપણે કોઇનાથી કરવાનું નથી કે કોઇને પત્ર પવાની જરૂર નથી . કેમકે પગે વાગવું એ તો ભાજપની પધ્ધતિ છે . ની એક્તરફ ભ્રમ છે . અને બીજીતરફ સત્ય છે .

સત્ય હંમેશા સરળ હોય છે . એટલે કોઇપણ પ્રકારની વડાઈ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે હાર માનવાની નથી . તમારામાંથી પણ કોઇ હાર નહીં માને . આ એક જ ચીજ હું તમારી પાસેથી માંગુ છું . પ્રદેશ કોંગ્રેસના ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને પાનો પડાવતા તેમણે કહ્યું હતું કે , તમે ચૂંટણી જીતી ગયા છો . એમ માનીને ચાલો . ગુજરાતની પ્રજાને એમના ઉધાર માટેનું વિઝન આપો , પ્રજામાં વિશ્વાસ જગાવો . આાપણે પ્રજા માટે પ કરવા માગીએ છીએ . કેવી રીતે કરવા માંગીએ છીએ , કોણ કરશે એ પ્રજાને બતાવો.એટલે ચૂંટણીમાં કોંગ્રેસનો ય નક્કી છે . તેમણે કોંગ્રેસ છોડી જતા પક્ષ પટ્ટીઓ પર મારા કટાક્ષ કર્યા હતાં અને કરાવ્યું હતું કે , થોડાણા પણ લોકોની સાથે જોડાયેલા રહેતા , સતત લોકોની વચ્ચે રહીને એમનો ચિંતા કરતા અને એમનું કામ કરતા લોકોની જ મારે જરૂર છે . આવા 25-30 લોકોનો જમને જરૂર છે . જે લોકો કામ નથી કરતા અને પક્ષમાં બેઠા રહે છે તેને બાજુએ પો . કોંગ્રેસને ઉગારવા માટે મુઠ્ઠીભર લોકો કરી છે . જે કામ કરે તેને માગળ વધારો , જે કામ ન કરતા હોય એમને પેક કરીને ભાજપને આપી દો , આવા જેટલા જોતા હોય એટલા મને ભાજપ વઇ જાય . રાતનાં આ વિધાનોથી ચિંતન શિબિરનો મા હોલ હર્ષનાદથી ગુંજી ઉઠ્યો હતો તેમણે મહાભારતનો દાખલી ખાપીને પક્ષ પલ્ટોને કૌરવો સાથે સરખાવ્યા હતા અને પક્ષને શીખ આપી હતી કે કોઇના પગ પડવા નથી , કોઇના હાથ જોવા નથી , એ ભાજપનું કામ છે . તેમણે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર ઘડી , સીબીઆઇ અને પોલીસનો ઘોર દુરુપયોગ કરી રહી છે . ભાજપે જનતાને ખૂબ જ મોટું નુકશાન પહોંચાડ્યું છે.


 

Related posts

ભારત-ચીન સરહદ પર આઈટીબીપી માટે સાત નવી બટાલિયનને મંજૂરી

saveragujarat

સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે, લાખો લોકોના થશે મોત

saveragujarat

તમામ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે કોવિડ ટેસ્ટિંગ શરૂ

saveragujarat

Leave a Comment