Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે, લાખો લોકોના થશે મોત

નવી દિલ્હી,તા.૨૮
ચીનમાં કોરોનાની વધતી સ્પિડને જાેતા ફરી એક વાર મહામારીનો ડર સતાવી રહ્યો છે. ઝડપથી ફેલાઈ રહેલા વાયરસે સમગ્ર દુનિયાની ચિંતા વધારી દીધી છે. ચીન, જાપાન, સાઉથ કોરિયા અને અમેરિકામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. અમેરિકામાં મહામારી વૈજ્ઞાનિકે ભવિષ્યવાણી કરી છે, જે ખૂબ જ ડરામણી છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો, ચીન અને દુનિયાના અન્ય દેશોમાંથી ફરીથી કોરોનાની નવી લહેર હચમચાવી નાખશે. એટલું જ નહીં આગામી ત્રણ મહિનામાં કોરોનાની ઝપટમાં આવીને લાખો લોકોના મોત થશે. ભારતમાં પણ કોરોનાને લઈને સરકાર એલર્ટ મોડ પર છે. દરેક જગ્યાએ માસ્કને લઈને ફરીથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોની પણ કોરોના તપાસ થઈ રહી છે. કોરોના ફરીથી તબાહી મચાવશે, તેવી વાત અમેરિકાના પબ્લિક હેલ્થ સાયંટિસ્ટ ડોક્ટર એરિક ફીગલ ડિંગે કરી છે. તેમણે ટિ્‌વટ કર્યું છેકે, પ્રતિબંધો હટતા જ ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ છે. આગામી ત્રણ મહિનામાં કોરોનાથી દુનિયાની ૧૦ ટકા વસ્તી અને ચીનની ૬૦ ટકા વસ્તી સંક્રમિત થશે. એટલું જ નહીં તેમણે પોતાના દાવામાં કહ્યું છે કે, કોરોના આ વખતે લાખો લોકના જીવ લેશે. દુનિયા હાલમાં મહામારીની શરુઆત જાેઈ રહી છે. પોતાના દાવામાં ફીગલ ડિંગે કહ્યું કે, ભારે ડિમાન્ડના કારણે સીવીએસ અને વાલગ્રીન્સ જેવી કંપનીઓ દુખાવા અને તાવની દવાના વેચાણ પર રોક લગાવી દીધી છે. વાલગ્રીન્સ કંપનીએ કહ્યું કે, ડિમાન્ડમાં ઉછાળો આવવાના કારણે અને જમાખોરી રોકવા માટે દવાના વેચાણ માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. એક વ્યક્તિ એક વારમાં ફક્ત ૬ ડોઝ જ ખરીદી શકશે. તાવ અને શરદીની દવા ચીનમાં લગભગ ગાયબ થઈ ગઈ છે. સ્થિતી એવી છે કે, મામૂલી ઈબુપ્રોફેન દવા પણ મેડિકલ સ્ટોરમાં મળતી નથી. દવા ન મળવાના કારણ લોકો ઈબુપ્રોફેન કંપનીના કારખાના સુધી પહોંચી ગયા છે. દુકાનો પર દવા પહોંચે તે પહેલા જ ખતમ થઈ રહી છે.

Related posts

નરેન્દ્ર મોદીએ નાગપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું

saveragujarat

જુઓ વિડીયો : ટીમ ઇન્ડિયાની આ મહિલા ખેલાડીને અમ્પાયરે નોટ આઉટ કહ્યું છતા મેદાનની બહાર ચાલી ગઈ…

saveragujarat

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, બનશે જનતાની સરકાર, ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ

saveragujarat

Leave a Comment