Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારત-ચીન સરહદ પર આઈટીબીપી માટે સાત નવી બટાલિયનને મંજૂરી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૫
મોદી કેબિનેટે આજે દેશની સુરક્ષાને લઈને ઘણા મોટા અને મહત્વપૂર્ણ ર્નિણયો લીધા છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટે ભારત-ચીન સરહદ પર તૈનાત આઈટીબીપી માટે ૯,૪૦૦ જવાનોની ઓપરેશનલ બટાલિયન સાથે સાત નવી બટાલિયનને મંજૂરી આપી છે.આ સિવાય કેબિનેટની બેઠકમાં ટનલના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ટનલના નિર્માણથી લદ્દાખ સાથે તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટીની સુવિધા મળશે.
ટનલની લંબાઈ ૪.૮ કિલોમીટર હશે, જેના પર ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ટનલના નિર્માણથી દુર્ગમ વિસ્તારોમાં સુધીની કનેક્ટીવીટી વધશે.કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી દીધી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૫-૨૬ માટે આ કાર્યક્રમ માટે ૪૮૦૦ કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશની સરહદોને મજબૂત કરવા કેન્દ્ર સરકાર વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ લાવી છે. આ અંતર્ગત દેશની ઉત્તરી સરહદો પર આવેલા ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે.
લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના ૧૯ જિલ્લાના ૨૯૬૬ ગામોમાં રોડ, વીજળી જેવી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવામાં આવશે.આ સિવાય કેબિનેટે દેશમાં સહકારી ચળવળની પાયાના સ્તર સુધી પહોંચને મજબૂત કરવા માટે સમિતિઓની રચનાને પણ મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં બે લાખ બહુહેતુક ડેરી, મત્સ્યઉદ્યોગ સહકારી સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

Related posts

રાજ્યમાં અનેક સ્થળે વરસાદ, ૭૩૪ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

saveragujarat

અમિત ભાઈ અને ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉતરાયણ પર્વમાં સહભાગી થયા હતા

saveragujarat

જાેબ સીકર્સ નહીં પરંતુ જાેબ ક્રીએટર્સ બનો, આ વિચાર સાથે શરુ કરાયેલું ડિજિટલ “ન્યુઝરીચ” સ્ટાર્ટઅપ હજારો લોકોની રોજગારીનું માધ્યમ બન્યું

saveragujarat

Leave a Comment