Savera Gujarat
Other

સાબરકાંઠા વિજયનગર પોળોના જંગલમાં પ્લાસ્ટીક્સની તમામ વસ્તુઓ પર મુકાયો પ્રતિબંધ.

સવેરા ગુજરાત/સાબરકાંઠા:-  સાબરકાંઠાનુ કાશ્મિર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌદર્યના કારણે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉજવાતા પોળો ઉત્સવમાં સમગ્ર ગુજરાતથી અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમા મોટા ભાગે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ થાય છે.પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતુ નુકશાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ હુકમ તા. ૧ એપ્રિલ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

  • વિજયનગર પોળોના જંગલમાં ટુ વ્હીલર સીવાયના ભારે વાહનો પર પ્રતિબંધ

    સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરી મોટા અને ભારે વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું જિલ્લા સમાહર્તા દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. મોજે અભાપુર તા. વિજયનગરના રહીશ શિષ્ય ભરતગીરી ગુરુઆત્માનંદગીરીના ખાનગી માલિકીના બિનખેતી સ. નંબર ૬૬માં પાર્કિંગ સુવિધા આપવા સંમત હોવાનું જણાવ્યું છે.
    પોળો વિસ્તારના શરણેશ્વર મંદિર ના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા માં આવ્યો છે.
    આ જાહેરનામું આગામી તા. ૧ એપ્રિલ ૨૦૨૨સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮ હેઠળ દંડને પાત્ર થશે.


Related posts

તો તો મહાભારત સર્જાયું ન હોત!!!

saveragujarat

હવે ગમે તે ઘડીએ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળશે

saveragujarat

ગાંધી આશ્રમનું ડેવલપમેન્ટ થશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવુ

saveragujarat

Leave a Comment