Savera Gujarat
Other

મોડાસાના સ્થાપના દિન નિમીતે આનંદ ઉત્સવ રંગારંગ કાર્યક્રમ યોજાયો.

સવેરા ગુજરાત:-  ધી‌‌.મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસાના સ્થાપના દિનની આનંદોત્સવની ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી. આનંદોત્સવ પ્રસંગે મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી, મુખ્ય મહેમાન ડૉ. મહિપતસિંહ ચાવડા કુલપતિ, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર અને માજુમના વિમોચક સંજયભાઇ રાવલ પ્રખર વક્તાની ઉપસ્થિતિ રહી હતી. મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત માનદમંત્રી ડૉ.ઘનશ્યામભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન ડૉ. મહિપતસિંહ ચાવડા દ્વારા મોડાસા પ્રદેશ દ્વારા મળેલ સ્નેહ અને સંબંધોને યાદ કરી સંસ્મરણો રજૂ કર્યા. મુખ્ય વક્તા સંજયભાઈ રાવલ દ્વારા યુવાનોને સફળતાના સુત્રો ની ચાવી નિરાશા ખંખેરી આગળ વધવાની હાકલ કરી. ઉપરાંત યુવાનો પાસે માતા-પિતાને આદર આપવાના સપથ લેવડાવ્યા. મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદીએ સર્વેનો ઋણ સ્વીકાર કરી મંડળની વિકાસ યાત્રા વધુ વેગવંતો બનાવવાની નેમ વ્યક્ત કરી. અદાણી ફાઉન્ડેશનના સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ ટૂંક સમયમાં કરવાની જાહેરાત કરી. આ પ્રસંગે વિવિધ કોલેજના રંગારંગ કાર્યક્રમ ઉપરાંત નિવૃત્ત સ્વજનો અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા પરિવારજનોનું તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું માનદમંત્રી આર.પી.શાહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ,  સુભાષભાઈ શાહ, મંત્રી એ.જે.મોદી, જયેશ દોશી, પરેશ મહેતા, ધીરુભાઈ પ્રજાપતિ અને ધ્રુવભાઈ મહેતા તમામ કોલેજના આચાર્યઓ અને અધ્યાપકઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોલેજના ડૉ.એસ.એમ. દવે, ડૉ. હિમાનીબેન અને ભૂમિબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું.


Related posts

દેશભરમાં સિંગલ નોડલ એજન્સી- S.N.A.ની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું,જન આરોગ્ય, સુખાકારી- સુવિધામાં ગુજરાત સરકાર ની આગવી પહેલ.

saveragujarat

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ ફરી મેદાનમાં

saveragujarat

એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક

saveragujarat

Leave a Comment