Savera Gujarat
Other

અરવલ્લી જીલ્લાના ૧૭૧૩ લાભાર્થીઓને રૂ.૩૩૩ લાખથી વધુની સહાય અપાઈ

સવેરા ગુજરાત/અરવલ્લી:-

  •  અરવલ્લી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિહ ચૌહાણનાં અધ્યક્ષ સ્થાને યોજાયો.
  • સાંસદશ્રી દીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજીત ત્રિ-દિવસીય ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતેથી કરાવ્યો હતો જે અંતર્ગત અરવલ્લી જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જીલ્લા પંચાયતનાં પ્રમુખ લાલસિંહ ચૌહાણની અધ્યક્ષતા તથા સાંસદ દીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મોડાસાની ઈજનેરી કોલેજ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતા જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિહ ચૌહાણે જાણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ,વંચિત,શોષિત,ખેડૂત,વૃદ્ધ, નિરાધાર કે ગંગા સ્વરૂપ બહેનોને પોતાના હકનો લાભ મેળવવાની જીલ્લા કે તાલુકાની કચેરીએ જવું પડે અને તેમને એક જ સ્થળેથી લાભ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે.
રાજ્ય સરકારની પારદર્શિ નીતિથી લાભાર્થીઓને યોજનાકીય સાધન-સહાય પુરી પાડવામાં આવી રહી છે. જેને લઇ વચેટિયા પ્રથા નાબુદ થઇ છે. ગરીબ લાભાર્થી સાધન સહાયનો લાભ લઇ આર્થિક રીતે પગભર બને તે દિશામાં રાજ્યની સરકાર કામ કરી રહી છે. જેને પરિણામેં આજે ગરીબ કલ્યાણ મેળામાં ૧૭૧૩ થી વધુ લાભાર્થીઓને રૂ.૩૩૩ લાખની સહાયથી લાભાન્વિત કરવામાં આવશે તેમ તેમને ઉમેર્યું હતું. વધુમાં તેમને જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા પૂર્વે ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૧૮૩૮ લાખની સહાય ચૂકવાઈ છે.
આ પ્રસંગે જીલ્લા સમાહર્તા ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, પાત્રતા ધરાવતા લાભાર્થી એક જ સ્થળેથી લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે, જેમાં જરૂરીયાતમંદ લાભાર્થી લાભ લઇ સમાજમાં સ્વમાન ભેર જીવન જીવી શકે તેવી સહાય પુરી પડાય છે, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જે લોકો લાભ લઇ આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરી શકે છે. તે આસપાસના લોકોને લાભ આપવામાં મદદ કરે અને યોજનાની માહિતી અંગે જાગૃતી ફેલાવવાનું કામ કરે તે જરૂરી છે.
ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત જીલ્લા અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં યોજનાઓ માત્ર કાગળ પર જ રહેતી હતી, સાચા લાભાર્થીઓ લાભથી વંચિત રહી જતા હતા પરંતુ કેન્દ્ર અને રાજ્યની આ સરકારે ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકીને લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય જમા થાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે.
ગરીબ કલ્યાણ મેળા દરમ્યાન જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ તથા સાંસદ દીપસિંહ રાઠોડ તથા અન્ય મહાનુભાવોનાં હસ્તે સ્ટેજ પરથી ૨૫થી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય અને સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમ દરમ્યાન Rbsk વાનને મહાનુભાવોએ લીલી ઝન્ડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે મેળામાં લાભ લીધેલ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા સમાહર્તા ડૉ. નરેન્દ્ર કુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી  શ્વેતા તેવટીયા, પુર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, જિલ્લા પંચાયત પદાધિકારીઓ , તાલુકા પંચાયત પ્રમુખઓ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દાવેરા સહિત અન્ય અધિકારીગણ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા


Related posts

સુરતમાં મોડી રાત્રે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો

saveragujarat

વડાપ્રધાન મોદી પાવાગઢ મહાકાલીના દરબારમાં માતાજીને નતમસ્તક થઇ ધજા ફરકાવતાં કહ્યું પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઇ

saveragujarat

આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના

saveragujarat

Leave a Comment