Savera Gujarat
Other

ઇડર ના વાંસડોલ ગામે ૪૭ બોટલ ઈંગ્લિશ દારૂ સાથે એક ઇસમ ઝડપાયો,બુટલેગર બાઇક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યોં હતો.

સવેરા ગુજરાત:-  ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ એન.આર.ઉમટ તથા હે.કો હિરણસિહ પોલીસ સ્ટાફના માણસો સાથે બડોલી ઓ.પી. વિસ્તારમાં વોચમા હતા. તે સમયે બાતમી મળી હતી કે ભીલોડા રોડ થઇ એક બજાજ પલ્સર નંબર વગરની બાઇક ઉપર એક થેલીમાં બે ઇસમો ભારતીય બનાવટનો ઇગ્લિશ દારૂ ભરી લઇ બડોલી બાજુ આવે છે. જે બાતમી આધારે બે પંચોના માણસો સાથે રાખી પોલીસ વાંસડોલ ગામની સીમમાં કાચા રસ્તા પર વોચમાં ઉભા હતા. તે દરમ્યાન બાતમીવાળી બજાજ પલ્સર મો.સાયકલ આવતા ઉભી રખાવતા ચાલકે બાઇક ભગાવતા પોલીસે પીછો કરી મોસા ઉભી રખાવેલ તે દરમ્યાન મોસા ઉપર બેસેલ બંને ઇસમો મોસા ઉપરથી ઉતરી નાસવા લાગેલ તે દરમ્યાન પોલીસે પાછળ બેસેલ ઇસમને પકડવા જતા તે નીચે પડી ગયેલ અને મોસા નો ચાલક ખેતરોમા થઇ નાસી ગયેલ જેથી પકડાઈ ગયેલ ઇસમનુ નામ પુછતા તે ઇસમે પોતાનું નામ જીતેન્દ્ર બચુભાઈ દિતાજી અસારી રહે રાજસ્થાનનો હોવાનું જણાવેલ અને નાસી જનાર ઇસમનુ નામ લલીત પાડોર રાજસ્થાન નો હોવાનુ જણાવેલ મોસા ની ઝડતી કરતા મોસા ઉપર ભરાવેલ થેલામા ઇગ્લિશ દારૂ બીયર ની ૪૭ બોટલો કિરૂ ૩૯૭૭ ની મળી આવતા દારૂ તથા મોટરસાયકલ સહિત રૂ. ૪૮૯૭૭ તે મુદ્દામાલ કબ્જે લઇ ઇડર પોલીસ મથકે ફરિયાદ નોધી આગળની કાયૅવાહી હાથ ધરી હતી.


Related posts

અમદાવાદમાં અંધારુ છવાયું, આખું શહેર વાદળોના બાનમાં

saveragujarat

રાજયના દરેક વાલીને પીન, ટાંકણી જેવી વસ્તુઓ બાળકોથી દૂર રાખવા અનુરોધ કરતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી

saveragujarat

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર થી રાખીએ

saveragujarat

Leave a Comment