Savera Gujarat
Other

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ પર આયોજિત સમારંભને સંબોધન કર્યુ

સવેરા ગુજરાત:-  કેન્દ્રીય ગૃહ મંત્રીએ દિલ્હી પોલીસની પરેડની સલામી ઝીલી અને ઉત્કૃષ્ટ સેવા અને વીરતા માટે દિલ્હી પોલીસના અધિકારીઓ અને જવાનોને પદકોથી સન્માનિત કર્યા , અમિત શાહે રોહિણીમાં નવનિર્મિત ડેપ્યુટી કમિશનર કાર્યાલય પરિસરનું પણ ઉદ્ધાટન કર્યુ. કેન્દ્રીય ગૃહમંત્રીએ છેલ્લા બે વર્ષમાં કોરોનાકાળ દરમિયાન જનસેવા કરતા પોતાના પ્રાણોની આહૂતિ આપનારા દિલ્હી પોલીસના 79 કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી.સેવા અને કર્તવ્યપરાયણતાનું જે ઝનૂન આપે દર્શાવ્યું છે, એ ન માત્ર દિલ્હી પણ સમગ્ર દેશના પોલીસ દળો માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત રહેશેઆઝાદી-પૂર્વેની પોલીસ વ્યવસ્થા સ્વતંત્રતા આંદોલનને કચડવા અને અંગ્રેજોની સત્તા જાળવા રાખવા માટે કામ કરતી હતી આઝાદી પછી દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં દિલ્હી પોલીસની સ્થાપના થઈ અને તેના પછી શાંતિ, સેવા અને ન્યાયના સૂત્રવાક્યની સાથે દિલ્હી પોલીસે પોતાનું કામ શરૂ કર્યુ આઝાદી સાથે જ દિલ્હી પોલીસનું નવું ક્લેવર અને સ્વરૂપ દેશની જનતાની સામે આવ્યું છેદેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવમાં દેશની જનતાની સામે અનેક લક્ષ્ય રાખ્યા છે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રથમ ઉદ્દેશ છે કે 1857થી 15 ઓગસ્ટ, 1947 સુધી આઝાદીના જંગમાં પોતાના જીવ ગુમાવનારા, પોતાનું સર્વસ્વ બલિદાન કરનારા બહાદુરોના ઉજ્જવળ ઈતિહાસથી દેશના યુવાનો પરિચિત થાય અને તેમાંથી પ્રેરણા લઈને નવા અને મજબૂત ભારતના નિર્માણ માટે ખુદને સમર્પિત કરે બીજો ઉદ્દેશ છે કે આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશની જનતા માટે સંકલ્પનું વર્ષ બને અને દેશના 130 કરોડ લોકો આ વર્ષમાં એક સંકલ્પ લે જે આપણા દેશને આગળ વધારવા, મજબૂત કરવા, સમૃદ્ધ, શિક્ષિત અને સ્વસ્થ બનાવનારો હોય . 75થી 100 વર્ષની સફરને દેશના પ્રધાનમંત્રીએ અમૃત કાળ કહ્યો છે અને આ 25 વર્ષોમાં દરેક ક્ષેત્રમાં દેશને ઊંચાઈઓ અને દુનિયામાં પ્રથમ સ્થાન પર લઈ જવાનો આપણે સંકલ્પ કરવાનો છે  25 વર્ષ સંકલ્પ સિદ્ધિ, પુરૂષાર્થની પરાકાષ્ઠા અને લક્ષ્ય સિદ્ધિના 25 વર્ષ હોવા જોઈએ છેલ્લા 8 દાયકાઓમાં દિલ્હી પોલીસે અનેક ઊંચાઈઓને સ્પર્શી, કઠિન સમયમાં ખુદને સાબિત કર્યા અને તમામ પડકારોને સ્વીકારીને પોતાના સ્વરૂપમાં ખૂબ પરિવર્તન લાવ્યા. આ વર્ષ દિલ્હી પોલીસ માટે બે પ્રકારના લક્ષ્ય નક્કી કરવાનું વર્ષ છે પ્રથમ લક્ષ્ય, 75થી 80 વર્ષના કાળખંડમાં દિલ્હી પોલીસમાં દરેક ક્ષેત્રમાં જ્યાં પણ જે પણ ગેપ જોવા મળે તેમને દૂર કરો બીજું લક્ષ્ય, પોતાની સ્થાપનાના શતાબ્દિ વર્ષમાં દિલ્હી પોલીસ સ્વયંને કયા સ્થાને પહોંચાડવા માગે છે પાંચ વર્ષ અને 25 વર્ષના લક્ષ્યોનું નિર્ધારણ સમયબદ્ધ રીતે અને રોડમેપની સાથે દિલ્હી પોલીસે કરવું જોઈએ કોરોનાકાળ અને દિલ્હી રમખાણોમાં જે પ્રકારની ભૂમિકા દિલ્હી પોલીસે નિભાવી છે, ખાસ કરીને દિલ્હી રમખાણોની તપાસ કરીને તોફાનીઓને અદાલતની સામે ઊભા કરવાનું કામ કર્યુ છે, એના માટે દિલ્હી પોલીસ અભિનંદનને પાત્ર છે દિલ્હી પોલીસને રાજધાનીની પોલીસ હોવાના નાતે દેશના તમામ બંધારણીય પદો પર આસન્ન ગણમાન્ય લોકોની સુરક્ષા કરવાની હોય છે તેણે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ સહિત દેશના મોટા કાર્યક્રમોને સુરક્ષિત આયોજન સુનિશ્ચિત કરવાના અને વિદેશી મહેમાનોની સુરક્ષા સહિત તમામ ચીજો ખૂબ સારી રીતે નિભાવવાની હોય છે. દેશની રાજધાની હોવાના નાતે આતંકવાદ, નાર્કોટિક્સ અને ડિપ્લોમેટિક એરિયાની સુરક્ષાના પણ પડકારો દિલ્હી પોલીસની સામે છે દિલ્હી પોલીસે સમયની સાથે અને આવનારા પડકારોની સાથે ખુદને તૈયાર કરી છે અને બદલાવ પણ કર્યો છે અને આથી દિલ્હી પોલીસનું આજે દુનિયાભરમાં સન્માન છે કોરોનાકાળ દરમિયાન જે કામ દિલ્હી પોલીસે કર્યુ એ કામ ભાગ્યે જ ક્યારેય કોઈ પોલીસ દળે કર્યુ હશે એ જ કાળખંડમાં અનેક એવી ઘટનાઓ થવાની સંભાવના હતી જેમને દિલ્હી પોલીસે ખૂબ ચોકસાઈ સાથે અગાઉથી જ રોકી અને આ કારણે આજે આપણે સુરક્ષિતતાનો અનુભવ કરી રહ્યા છીએ નાર્કોટિક્સ, આતંકવાદ, સાયબર હુમલા, ફેક કરન્સી અને રોજિંદા અપરાધોની સમસ્યા જેવા પડકારોનો દિલ્હી પોલીસે ખૂબ સારી રીતે સામનો કર્યો છે દિલ્હી પોલીસના સુધારાઓ માટે અનેક ગતિવિધિઓ ચાલી રહી છે, દિલ્હી પોલીસમાં પરસેપ્શન મેનેજમેન્ટ વિભાગ પણ બનાવાયો છે પરસેપ્શન મેનેજમેન્ટ વિભાગ પોલીસ વિભાગની કઠિનતાઓને જનતાની સામે તો રાખશે જ સાથે કઠિન જીવનના કારણે સ્વભાવમાં જે પરિવર્તન આવે છે તેને પણ કઈ રીતે મેનેજ કરી શકાય, તેનું પણ કામ કરશે પોલીસની ડ્યુટીને એક અલગ દ્રષ્ટિકોણથી આપણે જોવી પડશે, કેટલીક કહાનીઓ અને કિસ્સાઓના આધારે પોલીસના ત્યાગ, તપસ્યા, બલિદાન અને તેમની ફરજ નિભાવવાની ગંભીરતાને આપણે અવગણવી ન જોઈએ આપણે જ્યારે રક્ષાબંધનના દિવસે બહેન પાસે રાખડી બંધાવીએ છીએ ત્યારે દિલ્હી અને દેશની પોલીસના જવાનો માર્ગો પર ઊભા રહીને, કોઈ દુર્ઘટના ન થાય તેની ચિંતા કરે છે જ્યારે આપણે હોળી, દિવાળી અને ઈદ મનાવીએ છીએ એ દિવસે પણ પોલીસકર્મીઓને કાયદો વ્યવસ્થાની ચિંતા કરવાની થાય છે, ના તો અહીં ઓવરટાઈમ હોય છે, ના તો ડ્યુટીના કલાકો સૌથી કઠિન ડ્યુટી દેશભરની પોલીસ નિભાવે છે અને દેશની આંતરિક સુરક્ષાને સંભાળતા, તમામ સીએપીએફ અને તમામ રાજ્યોની પોલીસના 35000 જવાનો શહીદ થયા છે

 

Related posts

સ્માર્ટ સીટીના નામને કલંકિત કરતા અમદાવાદ કોર્પોરેશનના રાજમાં ૨૩,૯૪૪ ખાડાનું સામ્રાજ્ય

saveragujarat

સાબરાંઠા જિલ્લા આચાર્ય ભરતી કેમ્પ નો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો

saveragujarat

આપણી સંસ્કૃતિ અને નસોમાં છે લોકશાહીઃવડાપ્રધાન મોદી

saveragujarat

Leave a Comment