Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

સ્માર્ટ સીટીના નામને કલંકિત કરતા અમદાવાદ કોર્પોરેશનના રાજમાં ૨૩,૯૪૪ ખાડાનું સામ્રાજ્ય

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૪
અમદાવાદ શહેરમાં વરસાદને કારણે રસ્તાને નુકસાન થયું છે. સ્માર્ટ સિટીના રસ્તા ડિસ્કો કરતા રસ્તા બન્યા છે. અમદાવાદના રોડ પરથી પસાર થાઓ તો તમને રોલર કોસ્ટર રાઈડમાં બેસ્યા હોય તેવો અનુભવ થાય છે. અમદાવાદના રસ્તાઓ પર ઠેરઠેર એટલા ખાડા પડી ગયા છે કે ખાડામાં રોડ છે કે રોડ પર ખાડો છે તે સમજાતુ નથી. ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા થીગડા મારો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ચોમાસામાં પડેલા ૨૩૯૪૪ ખાડા પર ૧૯ ઓગસ્ટથી અત્યાર સુધી થીંગડા મારવામાં આવ્યા છે. તંત્રનો દાવો છે કે આગામી ૧૫ સપ્ટેમ્બર સુધી શહેરનાં તમામ ખાડા પૂરી દેવામાં આવશે. જાેકે, આ કામગીરીથી અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી છે. કોર્પોરેશન એવા તો કેવા રોડ બનાવે છે કે તેમને ખાડા પૂરવા માટે થીંગડા અભિયાન શરૂ કરવુ પડે છે. આ કામગીરી કોર્પોરેશનની છબી માટે કાળી ટિલ્લી સમાન કહેવાય. અમદાવાદમાં આ વરસાદમાં પડેલા ૧૫ હજાર કરતાં વધુ ખાડા પૂરવામાં આવ્યા છે. હવે ફરી ખાડા પડ્યા છે, ત્યારે તંત્ર ફરી થીંગડા મારવાની કામગીરીમાં જાેતરાયું છે. કોર્પોરેશન દ્વારા આગામી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ખાડા પૂરવાની વાત કરાઈ છે, જાેકે તેનું અમલીકરણ થાય છે કે કેમ તે જાેવું રહ્યું.
જાે કોર્પોરેશન આ ચોમાસામાં પડેલા ખાડાના આંકડા આપતું હોય તો તેમણે શરમ કરવા જેવી વાત છે. જાે અમદાવાદના રસ્તાઓનું પહેલા જ ચોમાસામાં ધોવાણ થઈ જતુ હોય તો કોર્પોરેશન માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. કોર્પોરેશન કેટલા ખાડા પૂર્યાનો આંકડો આપીને સાબિત કરે છે કે અમદાવાદમા વિકાસ ખાડે ગયો છે અને અમદાવાદમાં આટલા ખાડા પડ્યાં છે. રોડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ આ માહિતી આપતા જણાવ્યું કે, શહેરનાં ખાડા ૧૫ સપ્ટેમ્બર પહેલા પૂરવા તાકીદ કરાઈ છે. અત્યાર સુધી કોલ્ડ મિક્સથી ખાડા પૂરાતા હતા. હવે હોટ મિક્સથી ખાડા પૂરાશે. તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાત તેના અમલીકરણની હોય ત્યારે તે કાગળ પર જાેવા મળે છે. થોડા દિવસ પહેલા એટલે કે ૨૭ જુલાઈના રોજ કોર્પોરેશન દ્વારા ર્નિણય કરાયો હતો કે, નવા બનનારા અને નવા બનેલા રોડ ઉપર તકતી લગાવવામાં આવશે. તકતી પર કોન્ટ્રાક્ટરનું નામ તેને ચૂકવેલ રકમ અને રોડ બન્યાનો સમયગાળો લખવામાં આવશે. આ ર્નિણય લેવાયાને એક મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં તેનું અમલીકરણ થયું નથી. જાે રોડની માહિતી આપતી તકતી હોય તો લોકો કોન્ટ્રાક્ટર પાસે સીધો જવાબ માંગી શકે. પરંતુ હજુ સુધી તકતી લગાવવામાં કામગીરી કરવામાં આવી નથી.
મહત્વની બાબત એ છે કે, થોડા વર્ષ પહેલાં કોર્પોરેશન દ્વારા આ રીતે પતરાના બોર્ડ લગવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો, જેનુ અમલીકરણ કરાયુ નથી. તંત્રનુ માનીએ તો બોર્ડ પતરાના હોવાથી લોકો ચોરી જતા હતા. જેથી તેનું અમલીકરણ થઈ શક્યું નથી. હવે જાેવાનું એ રહે છે કે આ ર્નિણય નો અમલ ક્યારે થાય છે.

Related posts

નરેન્દ્ર મોદી-અમિત શાહની હત્યાની ધમકીથી પોલીસ દોડતી થઈ

saveragujarat

કોરોના કાળને ભુલાવે તેવી અમદાવાદની ડીવાઈન લાઈફ ઈંટરનેશનલ સ્કુલના બાળકોએ પ્રતિભાઓ રજુ કરી.

saveragujarat

શક્તિશાળી ભૂકંપથી સીરિયામાં ૫૩ લાખ લોકો થઈ શકે છે બેઘર

saveragujarat

Leave a Comment