Savera Gujarat
Other

ભિલોડાના કુંભારી તલાવડી યુવક હત્યા મામલે એક મહિલા સાથે ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચતી ભીલોડા પોલીસ

સવેરા ગુજરાત/અરવલ્લી:-  પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ અરવલ્લી-મોડાસા નાઓ ધ્વારા ભીલોડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૩૨૨૦૦૮૫/૨૦૨૨ઇ. પી. કો. ક. ૩૦૨, ૨૦૧, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના અજાણ્યા આરોપીને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને સદર ગુન્હાનુ વીજીટેશન નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા સાહેબ મોડાસા વિભાગ મોડાસા નાઓ કરતા હોઇ અને તેઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ અમો એમ.જી.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશન દ્વારા સદર ગુન્હાની તપાસ ચલાવી રહેલ અને સદર ગુન્હાના આરોપીને શોધી કાઢવા ના.પો.અધિ.સા. મોડાસા વિભાગ, મોડાસા નાઓની સુચનાથી સી.પી.વાઘેલા, પો.ઇન્સ. એલ.સી.બી. મોડાસા તથા એલ.સી.બી. સ્ટાફ સાથે તથા ભીલોડા પોલીસ સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી સદર ગુન્હા સંબંધે સઘન તપાસમાં રહી તપાસ કરી મરણ જનાર મહેશભાઇ ઉર્ફે કાળુ જગાભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે.પાલ્લા તા.ભિલોડા વાળાને કોઇપણ અજાણ્યા માણસે કોઇપણ કારણોસર હથીયાર વડે માથાના ભાગે મારી ગંભીર ઇજાઓ કરી લાશને કુંભારી તલાવડીમાં મુકી મોત નિપજાવી પુરાવાનો નાશ કરી મે જીલ્લા મેજી.સા.ના જાહેરનામાનો ભંગ કર્યા વિ. બાબતની ફરીયાદીના સગાભાઇ હરેશભાઇ સ/ઓ જગાભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.પાલ્લા તા.ભિલોડા જી.અરવલ્લી વાળાએ ગઇકાલ રોજ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર કોઇપણ હથિયાર વડે પોતાના ભાઇને માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ જે સંબંધે ના.પો.અધિ. ભરત બસીયા ની રાહબરી હેઠળ ઉપરોકત ટીમો બનાવી આરોપી સંબંધે સઘન તપાસ કરતા આરોપી ધવલકુમાર સુરેશભાઇ મકવાણા રહે.વાંસળી તા.ભીલોડા વાળાની સઘન તપાસ કરતા સદર આરોપી કુંભારીયા છાપરા ગામે મિત્રના લગનમાં આવેલ અને મરણ જનાર મહેશભાઇ ઉર્ફે કાળુ જગાભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે.પાલ્લા તા.ભિલોડા વાળો પણ લગ્નમાં આવેલ હોઇ જયાં આરોપી ધવલનો મોબાઇલ મરણ જનાર ફેકી દેતા જે બાબતે બોલચાલી ઝઘડો થતાં જેની અદાવત રાખી આરોપી ધવલ તથા સદર આરોપી જયેશકુમાર બાબુભાઇ સોલંકી રહે.વાંસળી વાળા સાથે મળી કુંભારીયા છાપરા ગામની સીમમાં કુંભારી તળાવડીમાં મરણ જનારને માથાના ભાગે બંને આરોપીઓએ હાથમાં પથ્થર પકડી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી આરોપી નં.૨ ભાઇ આરોપી નં.૩ હરેશકુમાર બાબુભાઇ સોલંકીને બોલાવતા મોટર સાયકલ લઇ આવી બંને આરોપીઓને પોતાના ઘરે વાંસળી લઇ જઇ સહ આરોપી મંગુબેન વા/ઓ બાબુભાઇ મગનભાઇ સોલંકી સાથે મળી ગુન્હો કરતી વખતે પહેરેલ કપડાં આરોપીઓના પોતાના ખેતરમાં બાળી નાંખી પુરાવાનો નાશ કરેલ હોવાનુ જણાઇ આવતા સદરહું ચારેય આરોપીઓને ધોરણસરની કાર્યવાહી કરી પકડી પાડવામાં આવેલ છે. આમ, ખુન જેવા ગુન્હામાં અજાણ્યા ઇસમ વિરૂધ્ધ આપેલ ફરીયાદમાં આરોપી શોધી કાઢવામાં ભીલોડા પોલીસને સફળતા મળેલ છે.

Related posts

રેગિંગથી કંટાળીને બીજે મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી

saveragujarat

મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેવ-વેના પ્રથમ ફેઝનું કર્યું ઉદ્‌ઘાટન

saveragujarat

ONGCના સ્ટોલમાં વિવિધ વાહનોમાં વપરાતા ઇંધણની પ્રક્રિયાની સમજ મુલાકાતીઓ માટે રસનો વિષય બની

saveragujarat

Leave a Comment