Savera Gujarat
Other

ટેન્શનનો આવ્યો અંત , રશિયાએ યુક્રેનની સરહદ પરથી હટાવી સેના

સવેરા ગુજરાત:-  રશિયા અને યુક્રેનની વચ્ચે તણાવની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે, યુક્રેનની સરહદ પર રશિયાએ પોતાના સેનાનો અભ્યાસ પૂરો કરી લીધો છે. રશિયાએ જાહેરાત કરી કે, તેમની સેના સરહદ પરથી પરત ફરી રહી છે. સમાચાર એજન્સી AFP એ આ માહિતી આપી છે. આ પહેલા રશિયાએ મંગળવારે કહ્યુ હતુ કે, સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ રહેલ સૈન્ય ટુકડીઓને પરત બોલાવી લીધી છે. સૈનિકોની ટુકડીઓ પોતાના સૈન્ય અડ્ડા પર પરત ફરી રહી છે. જોકે, હવે પશ્ચિમી દેશો પર નજર રાખનારા જાણકારોનુ માનવુ છે કે, રશિયા કોઈ પણ ક્ષણે યુક્રેન પર હુમલો કરી શકે છે.

આ જાહેરાત સાથે જ રશિયાએ યુક્રેન પર આક્રમણનો ઈન્કાર કર્યો છે. અમેરિકાની ચેતવણીની રશિયા પર ગંભીર થઈ હોય તેવુ સ્પષ્ટ દેખાય છે. અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી કે, તેને યુદ્ધની ભારે કિંમત ચૂકવવી પડશે.

તબાહી માટે જવાબદાર હશે રશિયા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને બ્રિટિશ મીડિયામાં ખુલાસા વચ્ચે કહ્યુ હતુ કે, જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો તબાહી માટે તે ખુદ જવાબદાર હશે. કેમ કે, અમેરિકા આ હુમલાનો આકરો જવાબ આપશે. આ પહેલા પણ બાઈડેન અનેકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને યુક્રેનની સીમા પર પરિસ્થિતિ સામાન્ય કરવા કહી ચૂક્યા છે. પરંતુ પુતિન પર તેની કોઈ અસર થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, રશિયા તરફથી કહેવાયુ હતું કે, તેઓ યુદ્ધ નથી ઈચ્છતા. તેણે સેનાની ટુકડી પરત હટાવવાની વાત પણ કહી હતી.

રશિયા અને યુક્રેનની વચ્ચે સરહદ પર તણાવ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને અસ્થાયી રીતે કીવ છોડવાની સલાહ આપી છે. જોકે, યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ એક હિન્દી ન્યૂઝ ચેનલ દ્વારા સરકારના આદેશના પાલન કરવામાં આવતા ચેલેન્જિસની વાત કરી. કીવમાં ભારતીય દૂતાવાસે 15 ફેબ્રુઆરીના રોજ ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી. જેમાં કહ્યુ કે, ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અમે જાણીએ છીએ કે, અનેક ભારતીય વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમા છે અને તેમના પરિવારને આ વાતની ચિંતા છે. યુક્રેન અને ભારત વચ્ચેની ફ્લાઈટની સંખ્યા કેવી રીતે વધારી શકાય તેના પર નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે.

Related posts

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

saveragujarat

બાળકોને રૂા. પાંચ લાખ સુધીની મફત સારવાર; યુવાનોને સ્ટાઇપેન્ડ : મોદી

saveragujarat

અમદાવાદમાં નકલી પાસપોર્ટ બનાવી વિદેશ જનારની ધરપકડ

saveragujarat

Leave a Comment