Savera Gujarat
Other

મોડાસા સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત/અરવલ્લી:-  વિદ્યાર્થીઓને મૂલ્યની સાથે સાથે સંસ્કારલક્ષી શિક્ષણ પીરસતી શાળાને સંસ્કારતીર્થ ની પણ ઉપમા આપવામાં આવી છે. આપણી દિવ્ય સાંસ્કૃતિક પરંપરામાં પરમાત્મા ને સમકક્ષ જો કોઈ સ્થાન આપવામાં આવ્યું હોય તો તે માતા-પિતા નું છે. આપણાં આ સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે હેતુથી મોડાસા નગરની શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા તા.14/02/2022 ને સોમવાર ના રોજ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.14 ફેબ્રુઆરી 2019 ના રોજ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 45 વીર જવાનોને યાદ કરી કાર્યક્રમ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતા -પિતા વંદના અભિનય ગીત અને જૈસી કરની વૈસી ભરની નાટક રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, વિદ્યાર્થીઓએ ઉપસ્થિત તેઓના માતા પિતા નું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મોડાસા કેળવણી મંડળ ના માનદમંત્રી  કિરીટભાઈ કે.શાહ ,નગરપાલિકા મોડાસા આરોગ્ય અને સેનેટરી વિભાગના ચેરમેન અને શાળાના પૂર્વ વિદ્યાર્થી  અતુલભાઈ ડી.જોષી એ હાજર રહી વિદ્યાર્થીઓ ને સાંસ્કૃતિક મૂલ્યો ને અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના કર્મનિષ્ઠ પ્રિન્સીપાલ અને નગરપાલિકા મોડાસા ઉપપ્રમુખ ડૉ આર.સી.મહેતાએ ઉપસ્થિત સૌ વાલીગણ ને આવકાર્યા અને વિદ્યાર્થીઓને પોતાના માતા -પિતા પ્રત્યેનું કર્તવ્ય નિભાવી તેમનું ઋણ અદા કરવાની શિખામણ આપી . ઉચ્ચ પ્રાથમિક વિભાગ ના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી જશોદાબેન પટેલે એ કાર્યક્રમ ની સફળતા બદલ સર્વેનો આભાર માન્યો.

Related posts

૨૪ કલાકમાં ગુજરાતના ૧૨૬ તાલુકામાં વરસાદ

saveragujarat

બટેટાની પેટન્ટના કેસમાં પેપ્સીકોને ફટકો : ખેડૂતોનો વિજય

saveragujarat

જિલ્લાકક્ષાના ૧૧મા ખેલમહાકુંભ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ યોજાયો

saveragujarat

Leave a Comment