Savera Gujarat
Other

રાયપુર ગાંધીનગર ખાતે બ્રહ્માણી માતાજીના ભવ્ય મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રીદીવસીય મહાયગ્નનો શુભરંભ

સવેરા ગુજરાત/ગંધીનગર:- ગાંધીનગર ના રાયપુર ખાતે બ્રહ્માણી  માતાજી ના મંદીરનુ સરપંચ તથા સમસ્ત ગ્રામજનો વતિ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું ,પરિવાર  ના કુળદેવી શ્રી બ્રહ્માણી માતા ના મંદીર તથા મુર્તિ પ્રાણપ્રતિષ્ઠાની વાત થતા સમસ્ત ગામે સહમતી દર્શાવી હતી .કહેવાય છે  કે  બ્રહ્માણીમાતાજી ના  પરચા અપરંપાર છે તેમજ ડાભી પરિવાર કે રાયપુર ગામના કોઈ પણ વ્યક્તિ પોતાની મનોકામના માટે માતાજી  ને પ્રાર્થના કરે છે તેમજ માનવામા આવી રહ્યું છે કે પોતાની મનોકામના પણ પુર્ણ થાય છે .ત્યારે ગામ સમસ્ત આયોજનમા ગામના સરપંચ શ્રી ટીનુજી કળાજી ડાભી એ માતાજીની 2,51,000 ની મુર્તી ભેટ આપી હતી તેમજ આ ધાર્મિક કર્યમા ગ્રામજનૉએ આર્થીક રીતે દાન આપી ને તો કોઈએ પોતાનો કિમતી સમય આપીને બ્રહ્માણીમાતા ના મહાયગ્ન મા પોતાનુ યોગદાન નોધાવ્યુ હતું રાયપુર ખાતે બ્રહ્માણીમાતાજી ના ભવ્ય મુર્તિ પ્રતિષ્ઠા યગ્ન ની જાણ  થતા અમારા સવેરા ગુજરાત સમાચાર ના તંત્રી અને એન.એસ.ગુજરાત ન્યુઝ ચેનલ ના માલીક શ્રી શિવકુમાર શર્મા  એ સેવા મહા યગ્નમા હાજરી આપી માતાજી  ના આશિર્વાદ મેળવ્યા હતા .

 

માતાજી નો  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારિખ 12/02/2022 થી 14/02/2022 સુધી ચાલુ રહેશે ,આ ત્રીદીવસીય મહા યગ્ન મા ગંધીનગર ના સમસ્ત રાયપુર ગામ ને આમંત્રીત કરવામા આવ્યુ છે અન્ય તાલુકે જિલ્લેથી રાજકીય તેમજ સામજીક આગેવાનો અને નેતાઓ પણ હાજરી આપવા જઈ રહ્યાં છે તે અંગે માહિતી મળી હતી .

 

 

Related posts

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ

saveragujarat

‘આઝાદ” ભારતની ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ‘અમદાવાદના ૩૮ વર્ષીય બ્રેઇનડેડ પુરુષ’ના હ્રદયના દાનથી ‘પાટણના ૩૮ વર્ષીય પુરૂષ’ વર્ષોની પીડામાંથી ”આઝાદ” થયા…

saveragujarat

બાગેશ્વર ધામ સરકારના ભાઈએ લગ્નના મંડપમાં મચાવ્યો હંગામો

saveragujarat

Leave a Comment